મલ્ટિવિટામિનના ખોટા પ્રચાર સામે લાલ બત્તી ધરે છે આ પદ‍્મશ્રી ડૉક્ટર

25 April, 2024 10:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કહેવામાં આવ્યું છે કે ભારતમાં દસમાંથી ૮ લોકોમાં મલ્ટિવિટામિનની ઊણપ હોય છે.

ડૉ. મોહન

મલ્ટિવિટામિન બ્રૅન્ડ સેન્ટ્રમની જાહેરખબરમાં અનુષ્કા શર્માને તમે જોઈ હશે. મલ્ટિવિટામિન ટૅબ્લેટ લેવાની ભણામણ કરતી આ બ્રૅન્ડની એક જાહેરખબર સામે ડાયાબિટીઝ સ્પેશ્યલિસ્ટ અને પદ‍્મશ્રી ખિતાબથી સન્માનિત ડૉ. વી. મોહને વાંધો ઉઠાવ્યો છે. ચેન્નઈસ્થિત આ ડૉક્ટરે જે ઍડ સામે લાલ બત્તી ધરી છે એમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં દસમાંથી ૮ લોકોમાં મલ્ટિવિટામિનની ઊણપ હોય છે. ડૉ. મોહનને આ જ વાત સામે વાંધો છે. તેઓ કહે છે, ‘મલ્ટિવિટામિન ડેફિશ્યન્સી જેવું કંઈ હોતું જ નથી; તમારામાં D, B12 જેવા ચોક્કસ વિટામિનની ઊણપ હોઈ શકે છે. મલ્ટિવિટામિનની ટૅબ્લેટ કદાચ ફાયદાકારક સાબિત ન થાય એટલું જ નહીં, એ નુકસાન પણ કરી શકે. જો તમારામાં કોઈ  ચોક્કસ વિટામિનની ઊણપ હોય અને તમે મલ્ટિવિટામિનની ટૅબ્લેટ લો તો તમારામાં જેની ડેફિશ્યન્સી છે એ વિટામિન પૂરતી માત્રામાં ન મળે, કારણ કે આ ટૅબ્લેટમાં તો વિવિધ વિટામિન છે. આ ઉપરાંત ઊણપ સિવાયનાં વિટામિન તમે જરૂર વગર નિયમિત લો તો એ નુકસાનકારક પણ સાબિત થઈ શકે.’

offbeat news offbeat videos social media health tips