જ્યારે બકિંઘમ પેલેસમાં એક વાંદરાને મળ્યા શાહી માન પાન..જાણો આખી ઘટના

21 September, 2019 01:20 PM IST  |  લંડન

જ્યારે બકિંઘમ પેલેસમાં એક વાંદરાને મળ્યા શાહી માન પાન..જાણો આખી ઘટના

તસવીર સૌજન્યઃ ROYAL COLLECTION TRUST / © HER MAJESTY QUEEN ELIZABETH II 2019

બન્યું એવું કે ઑસ્ટ્રેલિયાની રહેતી એક પાંચ વર્ષની યુવતી કેટલાક દિવસો પહેલા જ બ્રિટનના બકિંઘમ પેલેસમાં ફરવા માટે આવી હતી, પરંતુ ભૂલથી તે પોતાનો રમકડાનો વાંદરો ત્યાં જ ભૂલી ગઈ, પરંતુ તેના યાદ નહોતું કે તે વાંદરો આખરે ભૂલી ક્યાં ગઈ છે? તેણે વાંદરાને ખૂબ શોધ્યો, પણ તે ન મળ્યો. જે બાદ તે પાછી ઑસ્ટ્રેલિયા જતી રહી.

તસવીર સૌજન્યઃ ROYAL COLLECTION TRUST/©HER MAJESTY QUEEN ELIZABETH II 2019

બાળકીનું નામ સવન્નાહ હાર્ટ છે, જેણે પોતાના રમકડાના વાંદરાનું નામ હેરિયટ રાખ્યું હતું. બાળકીએ પોતાના ઘરે પહોંચ્યા બાદ એડિલેડમાં આવેલા વુડસાઈડ કિંડરગાર્ટેન, જ્યાંથી તેણે એ વાંદરાને લીધો હતો, તેણે મહારાણી એલિઝાબેથને એક પત્ર લખ્યો હતો અને તેને શોધવાની વિનંતી કરી. કિંડરગાર્ટને પત્રની સાથે હેરિયેટનો ફોટો મોકલ્યો.

તસવીર સૌજન્યઃ ROYAL COLLECTION TRUST/© HER MAJESTY QUEEN ELIZABETH II 2019


લગભગ એક અઠવાડિયા બાદ બકિંઘમ પેલેસની તરફથી કિંડરગાર્ટનને જવાબ આપવામાં આવ્યો કે, હેરિયેટ મજામાં છે અને તેનું પેલેસમાં ખૂબ જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એ સિવાય પેલેસ પત્ર સાથે હેરિયેટની કેટલીક તસવીરો પણ મોકલી.

આ પણ જુઓઃ Happy Birthday Kareena: પ્રેમાળ માતા અને પર્ફેક્ટ પત્ની છે બેબો, જુઓ તસવીરો

બકિંઘમ પેલેસે બાદમાં હેરિયેટને બાળકીને પાછી મોકલી દીધી છે. સાથે જ રેક્સ નામનો એક રમકડાંનો શ્વાન પણ ભેટમાં આપ્યો છે. રોયલ કલેક્શન ટ્રસ્ટના પ્રવક્તાએ જણાવ્યું કે હેરિયટ પેલેસના એક ખુણામાંથી એ વાંદરો મળ્યો હતો. કેટલોક સમય બાદ તે પોતાના ઘરે પાછો આવી ગયો છે.

queen elizabeth ii buckingham palace hatke news offbeat news