ડ્રીમ જૉબઃ ૧૨ દિવસમાં ૨૪ મૂવી જોવાના ૭૧,૫૦૦ રૂપિયા મળશે

17 November, 2019 08:37 AM IST  |  Mumbai

ડ્રીમ જૉબઃ ૧૨ દિવસમાં ૨૪ મૂવી જોવાના ૭૧,૫૦૦ રૂપિયા મળશે

તમને ગમશે આવી જૉબ?

મૂવીરસિયાઓને મજા પડી જાય એવી જૉબની જાહેરાત એક વેબસાઇટ પર નીકળી છે. Centurylinkquote.com વેબસાઇટ પર રજાઓ માણવાના શોખીન માણસ માટે અનોખી જૉબ ઑફર થઈ છે. હૉલમાર્ક ક્રિસમસ મૂવીઝની ૨૪ ફિલ્મો જોવા માટે એક માણસ હાયર કરવાનો છે જેને એક હજાર અમેરિકન ડૉલર એટલે કે ગલભગ ૭૧,૫૦૦ રૂપિયા આપવામાં આવશે. એ ઉપરાંત તેને સ્ટ્રીમિંગ સર્વિસનું સબસ્ક્રિપ્શન આપવામાં આવશે. મૂવી જોતાં-જોતાં કંઈક મન્ચિંગ તો જોઈએ જ ને? એ વ્યવસ્થા પણ કંપની દ્વારા આપવામાં આવશે. કૂકીઝ, કોકો, પૉપકોર્ન મેકર, એક ક્રિસમસ ટ્રી અને હૉલમાર્ક કંપની તરફથી થોડીક બ્રૅન્ડેડ ચીજો પણ તેને મળશે. વેબસાઇટમાં લખ્યું છે કે કંપની એવી વ્યક્તિને પસંદ કરવા માગે છે જે પોતાના આ ક્રિસમસ મૂવી જોવાના અનુભવને સોશ્યલ મીડિયા પર સારી રીતે ડૉક્યુમેન્ટ કરી શકે એમ હોય. 

hatke news offbeat news