આઇફોનને બદલે તૂટેલી ટાઇલ્સ મળી

09 May, 2021 11:14 AM IST  |  UK | Gujarati Mid-day Correspondent

બ્રિટનના લૅન્કેશાયરમાં પ્રેસ્ટનથી ઓલિવિયા પાર્કિન્સન નામની એક મહિલાએ આઇફોન 12 પ્રોમેક્સ ઑર્ડર કર્યો હતો. જોકે ૧૪ એપ્રિલે તેને ફોન મળ્યો ત્યારે બૉક્સમાંની ચીજ બદલાઈ ગઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

આઈફોનને બદલે તૂટેલી ટાઈલ્સ મળી

ઑનલાઇન શૉપિંગનો ચસકો ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી તમારી સાથે ઠગાઈ નથી થતી. સામાન્ય ચીજવસ્તુઓ ઠીક છે, પરંતુ ઇલેક્ટ્રૉનિક આઇટમમાં ઠગાઈની સંભાવનાઓ ઘણી વધી જતી હોય છે. 

બ્રિટનના લૅન્કેશાયરમાં પ્રેસ્ટનથી ઓલિવિયા પાર્કિન્સન નામની એક મહિલાએ આઇફોન 12 પ્રોમેક્સ ઑર્ડર કર્યો હતો. જોકે ૧૪ એપ્રિલે તેને ફોન મળ્યો ત્યારે બૉક્સમાંની ચીજ બદલાઈ ગઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ઓલિવિયા પાર્કિન્સને ઑનલાઇન કંપનીમાં ફરિયાદ કર્યાના ત્રણથી પાંચ  દિવસ બાદ તેનો સંપર્ક કર્યો હતો. 

ઓલિવિયા પાર્કિન્સન ઑનલાઇન ઠગાઈનો શિકાર બની હોવાનું જણાયા બાદ પણ શરૂઆતમાં કંપનીએ તેના પર ફોનને બદલે મળેલી ટાઇલ્સની કિંમત ચૂકવવા દબાણ કર્યું હતું. સાત દિવસ સુધી કંપની તરફથી કોઈ જવાબ કે ફોન ન મળ્યો. કંપનીએ તપાસ કરી ઓલિવિયાને નાણાં ચૂકવવાપાત્ર ગણાવી કંપનીના જવાબને સોશ્યલ મીડિયા પર રીટ્વીટ કરી ઓલિવિયાએ કંપનીની ફજેતી કરતાં કંપનીએ પારોઠનાં પગલાં ભર્યાં અને તેને તેણે ચૂકવેલા પૈસા પાછા આપવાની અને તેણે લીધેલી લોન રદ કરવાની જાહેરાત કરી હતી.

offbeat news hatke news united kingdom