મહિલાએ આપ્યો 6 કિલોની બાળકીને જન્મ, ગણાવી મિની સુમો રેસલર

14 October, 2019 07:27 AM IST  |  ઑસ્ટ્રેલિયા

મહિલાએ આપ્યો 6 કિલોની બાળકીને જન્મ, ગણાવી મિની સુમો રેસલર

તસવીર સૌજન્યઃ honey.nine.com.au

ઑસ્ટ્રેલિયાના ન્યૂઝ સાઉથ વેલ્સમાં એક મહિલાએ 'મિની સુમો રેસલર'ને જન્મ આપ્યો છે. એમ્મા નામની મહિલાએ 38 અઠવાડિયાની પ્રેગનેન્સી બાદ 5.88 કિલોની બાળકીને જન્મ આપ્યો છે. ઑસ્ટ્રેલિયામાં જન્મ લેતા બાળકો સરેરાશ વજન માત્ર 3.3 કિલોના હોય છે.

બાળકની ડિલિવરી સિઝેરિયનના માધ્યમથી થઈ. ડૉક્ટરે બાળકી અને તેની માતાને સંપૂર્ણ રીતે સ્વસ્થ ગણાવી છે. કેટલાક અઠવાડિયાઓ પહેલા અલ્ટ્રાસાઉન્ડના માધ્યમથી જાણકારી મળી હતી કે બાળકનું વજન લગભગ 4 કિલો થઈ ગયા હતા.

એમ્મી અને તેના પાર્ટનરને આશા નહોતી કે તેના બાળકનું વજન વધીને 6 કિલો થઈ જશે. આ પહેલા એમ્માએ પોતાની એક દિકરીને લગભગ સાડા પાંચ કિલો વજન સાથે જન્મ આપ્યો હતો. વોલોગોંગ હૉસ્પિટલે કહ્યું હતું કે કદાચ તેમને ત્યાં જન્મ લેનાર આ સૌથી ભારે બાળક છે. જન્મ બાદ હૉસ્પિટલમાં તમામ લોકો બાળક વિશે વધુ જાણકારી પામવા માટે ઉત્સુક હતા.

આ પણ જુઓઃ 90ના દાયકાની યાદોઃ એ બૉર્ડ ગેમ્સ જે તમને લઈ જશે તમારા બાળપણમાં...

ઑસ્ટ્રેલિયામાં સાડા ચાર કિલોથી વધુ વજન સાથે જન્મ લેતા બાળકોની સંખ્યા માત્ર 1.2 ટકા છે. ત્યારે જ, એમ્માના બાળકના વધુ વજન માટે તેના ડાયાબીટિઝને માનવામાં આવી રહ્યું છે.ે

offbeat news