પોતાના જ ઘરને આગ ચાંપીને લૉનમાં જોવા બેઠી આ મહિલા

09 May, 2021 11:00 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં એક મહિલા લૉનમાં ખુરશી નાખીને શાંતિથી પુસ્તક વાંચી રહેલી જણાય છે. આ મહિલા કથિત રીતે તેના ઘરને આગ ચાંપ્યા બાદ ઘરને બળતું જોવા લૉનમાં ખુરશી લઈને બેઠી હતી.

મહિલા કથિત રીતે તેના ઘરને આગ ચાંપ્યા બાદ ઘરને બળતું જોવા લૉનમાં ખુરશી લઈને બેઠી હતી

સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં એક મહિલા લૉનમાં ખુરશી નાખીને શાંતિથી પુસ્તક વાંચી રહેલી જણાય છે. આ મહિલા કથિત રીતે તેના ઘરને આગ ચાંપ્યા બાદ ઘરને બળતું જોવા લૉનમાં ખુરશી લઈને બેઠી હતી. 

વિડિયો મહિલાના પાડોશી એવરી હેમન્ડે ઉતાર્યો છે. ઘટનાને નજરે જોનારાઓને ઘરમાંથી ઊઠતી આગની લપટો સાથે નીચેના બેઝમેન્ટમાંથી કોઈ વ્યક્તિની મદદ માટેની બૂમ પણ સંભળાઈ રહી છે. જોકે તેને બચાવી લેવામાં આવે છે. આ સમગ્ર ઘટના દરમ્યાન આગ લગાવનારી ગિલ મેટવેલી નામની ૪૭ વર્ષની મહિલા ત્યાંથી રવાના થઈ જાય છે. પોલીસ તેની ધરપકડ કરી તેના પર હત્યાના પ્રયાસનો આરોપ લગાવે છે. 

અગિનશમન દળના અધિકારીઓએ જણાવ્યા મુજબ ઘરમાં કુલ ચાર જણ રહેતા હતા, જેમાંથી બે વ્યક્તિ ઘટના સમયે ઘરમાં હાજર નહોતી. 

offbeat news hatke news