પતિએ સેક્સ વર્કરને કરેલા મેસેજ પત્નીની નજરે ચડ્યા, પતિએ ઍપલ પર ઠોકી દીધો કેસ

17 June, 2024 07:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વાસ્તવમાં, તેણે સેક્સ વર્કર સાથે વાતચીત કરવા માટે આઈમેસેજનો ઉપયોગ કર્યો હતો. તેનો દાવો છે કે ફોનમાંથી મેસેજ ડિલીટ થઈ ગયા છે

પ્રતીકાત્મક તસવીર

એક વ્યક્તિએ એપલ કંપની વિરુદ્ધ મોરચો ખોલ્યો છે અને મામલો કોર્ટમાં પહોંચ્યો છે. કેસ દાખલ કરનાર વ્યક્તિની ફરિયાદ છે કે તેની પત્નીને કેટલાક જૂના મેસેજ મળ્યા છે, જે તેણે સેક્સ વર્કરને મોકલ્યા હતા અને બાદમાં ડિલીટ (Offbeat News) કરી દીધા હતા. એવા અહેવાલ છે કે `ડિલીટ` મેસેજ સામે આવ્યા બાદ તેની પત્નીએ તેને છૂટાછેડા આપી દીધા છે. જોકે, હવે પતિએ એપલ પર 5 મિલિયન પાઉન્ડનો કેસ કર્યો છે.

ઈંગ્લેન્ડ સ્થિત એક બિઝનેસમેને પરિવારના આઈમેકમાંથી સેક્સ વર્કર (Offbeat News)ને મેસેજ મોકલ્યા હતા. બાદમાં તેણે આઇફોનમાંથી મેસેજ ડિલીટ કરી દીધા હતા અને તે માણતો હતો કે મેસેજ હંમેશા માટે ડિલીટ કરવામાં આવ્યા હતા. વાસ્તવમાં, તેણે સેક્સ વર્કર સાથે વાતચીત કરવા માટે આઈમેસેજનો ઉપયોગ કર્યો હતો. તેનો દાવો છે કે ફોનમાંથી મેસેજ ડિલીટ થઈ ગયા છે, પરંતુ એ જ એપલ આઈડીને કારણે સિંક્રોનાઈઝેશનને કારણે મેસેજ આઈમેક પર જ રહી ગયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિઝનેસમેન (Offbeat News)નો દાવો છે કે એપલે યુઝર્સને એ નથી કહ્યું કે એક ડિવાઈસમાંથી મેસેજ ડિલીટ કરવાથી તમામ કનેક્ટેડ ડિવાઈસમાંથી મેસેજ ડિલીટ થઈ જતા નથી. બાદમાં તેની પત્નીને મેસેજ આવ્યા, જેના કારણે તેણે છૂટાછેડા માટે અરજી કરી હતા. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ છૂટાછેડાથી બિઝનેસમેનને 5 મિલિયન પાઉન્ડથી વધુનું નુકસાન થયું છે.

બિઝનેસમેન કહે છે કે, “જો હું તેને (પત્ની) સાથે વધુ તર્કસંગત રીતે વાત કરી શક્યો હોત અને જો તેણીને આટલી ક્રૂર રીતે આ વાતનો અહેસાસ ન થયો હોત, તો કદાચ હું હજી પણ તેની સાથે હોત.” તેણે કહ્યું કે, “પત્નીને આ વિશે જાણવાની આ રીત ખૂબ જ ક્રૂર છે.” અહેવાલ છે કે તે તેને સમાન સમસ્યાઓનો સામનો કરનારા લોકો માટે ક્લાસ એક્શન સૂટમાં ફેરવવાનો પણ પ્રયાસ કરી રહ્યો છે.

૨૦૨૪માં હાઇએસ્ટ-સેલિંગ સ્માર્ટફોન આઇફોન 15 પ્રો મૅક્સ અને સૅમસંગ પણ ટૉપ 10માં સામેલ

સ્માર્ટફોન માર્કેટમાં આ વર્ષે ટોચની કંપનીઓએ ઘણા બધા સ્માર્ટફોન લૉન્ચ કર્યા છે. ગ્લોબલ સ્માર્ટફોન શિપમેન્ટમાં પણ ૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ઍપલ અને સૅમસંગે હંમેશની જેમ માર્કેટમાં પ્રભુત્વ જમાવ્યું છે. જોકે એક રિસર્ચના રિપોર્ટ અનુસાર ૨૦૨૪ના પહેલા ક્વૉર્ટરમાં ઍપલ આઇફોન 15 પ્રો મૅક્સનું વેચાણ સૌથી વધુ થયું છે. નોંધનીય છે કે નૉન-સીઝનલ ક્વૉર્ટરમાં પહેલી વાર કોઈ આઇફોન 15 પ્રો મૅક્સ ટૉપ-સેલિંગ સ્માર્ટફોન બન્યો છે. ટોચના ૧૦ સ્માર્ટફોનની યાદીમાં આઇફોન 15નાં તમામ ચાર મૉડલ અને આઇફોન 14નો સમાવેશ થાય છે. બાકીના સ્માર્ટફોન સૅમસંગની A અને S સિરીઝના છે. ૨૦૨૪ના પહેલા ક્વૉર્ટરમાં પ્રો આઇફોનનું વેચાણ કંપનીની કુલ રેવન્યુમાં ૬૦ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.

apple united states of america offbeat news