આ બહેન વાનરને પ્રેમથી પોતાના હાથે ખવડાવે છે

12 June, 2020 08:20 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

આ બહેન વાનરને પ્રેમથી પોતાના હાથે ખવડાવે છે

વાનરને ભોજન કરાવતી મહિલા

સોશ્યલ મીડિયા પર ફરી એક એવો વિડિયો શૅર કરવામાં આવ્યો છે જેણે લોકોનાં મન મોહી લીધાં છે. ફેસબુક પર શૅર કરવામાં આવેલી આ વિડિયો-ક્લિપમાં એક મહિલા વાનરને ભોજન કરાવી રહી છે. વિડિયોની કૅપ્શનમાં લખ્યું છે, ‘અમારા ઘરમાં મારી મમ્મી વાનરને જમાડી રહી છે.’ 

વિડિયોમાં એક વાનર ટેબલ પર બેઠો છે અને એની સામે ભાત ભરેલી થાળી પડી છે. સામે ઊભી રહીને એક મહિલા આ વાનરને કોળિયા ભરાવી રહી છે અને મજાની વાત એ છે કે વાનર પણ ગુડ બૉયની જેમ શાંતિથી જમી રહ્યો છે.

west bengal offbeat news hatke news national news