સમુદ્રમાં આરામ ફરમાવી રહેલા સર્ફર તરફ આગળ વધી શાર્ક, અને ત્યાં જ....

21 September, 2019 02:54 PM IST  |  ઑસ્ટ્રેલિયા

સમુદ્રમાં આરામ ફરમાવી રહેલા સર્ફર તરફ આગળ વધી શાર્ક, અને ત્યાં જ....

સમુદ્રમાં આરામ ફરમાવી રહેલા સર્ફર તરફ આગળ વધી શાર્ક, અને ત્યાં જ....

ઑસ્ટ્રેલિયામાં ન્યૂ સાઉથ વેલ્સને વેરી બીચ પર એક સર્ફર પાણીમાં આરામ ફરમાવી રહ્યો હતો. ત્યાં જ, બીજી તરફથી શાર્ક તેની તરફ ઝડપી આગળ વધી રહી હતી. તે બેખબર હતો. પરંતુ કોઈ એવું હતું કે, જે આખા ઘટનાક્રમમાં સર્ફર માટે દેવદૂત બનીને આવ્યો. અંતિમ ક્ષણે તેણે સર્ફરને આવીને શાર્ક વિશે જાણકારી આપી, જેનાથી તેમનો જીવ બચી ગયો. કહેવાય છે કે મારનારથી બચાવનાર મહાન હોય છે.

આ ઘટના 15 સપ્ટેમ્બર રવિવારની છે. ઑસ્ટ્રેલિયાના ફાયનાન્સિયલ રિવ્યૂના પત્રકાર ક્રિસ્ટોફર જૉય રવિવારે પોતાના ડ્રોનની મદદથી શાર્કને શોધી રહ્યા હતા. ત્યારે તેમણે જોયું કે એક વિશાળ શાર્ક એક સર્ફર તરફ આગળ વધી રહી છે. સર્ફર આ વાતથી અજાણ હતો.


ક્રિસ્ટોફરે જણાવ્યું કે જ્યારે શાર્કને સર્ફર તરફ આવતી જોઈ, તો તેમણે તાત્કાલિક ડ્રોનમાં લાગેલા સ્પીકરની મદદથી એ સર્ફરને શાર્ક વિશે સૂચના આપી. આરામ ફરમાવી રહેલો સર્ફર તાત્કાલિક હરકતમાં આવ્યા અને બીચ તરફ ઝડપથી આગળ વધવા લાગ્યો. આ વચ્ચે શાર્કે પણ દિશાન બદલી અને તે સમુદ્રમાં આગળ વધી ગઈ.

આ પણ જુઓઃ Happy Birthday Kareena: પ્રેમાળ માતા અને પર્ફેક્ટ પત્ની છે બેબો, જુઓ તસવીરો

ક્રિસ્ટોફરની સૂઝબૂઝના કારણે એક મોટો અકસ્માત થતા થતા રહી ગયો. ક્રિસ્ટોફરે આ ઘટનાનો વીડિયો ટ્વીટ કર્યો છે. આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે.

offbeat news hatke news