રશિયામાં ૭૬મા વિજયી દિનનું કાઉન્ટડાઉન શરૂ

08 May, 2021 08:38 AM IST  |  Moscow | Gujarati Mid-day Correspondent

રશિયાએ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન નાઝીઓના જર્મની પર વિજય મેળવ્યો એને ૭૬ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે

તસવીરઃ એ.એફ.પી

રશિયાએ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન નાઝીઓના જર્મની પર વિજય મેળવ્યો એને ૭૬ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે અને એની આવતી કાલે થનારી ઉજવણી માટે મૉસ્કોમાં સૈનિકોના સહકારથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભૂમિદળ ઉપરાંત હવાઈ દળના સૈનિકોએ પણ ફાઇટર વિમાનો વડે રિહર્સલમાં અવકાશી કવાયત શરૂ કરી છે. સુખોઈ એસયુ-૨૫ નામનાં ફાઇટર વિમાનોમાંથી ગઈ કાલે ક્રેમલિન પર તથા રેડ સ્ક્વેર પર રંગબેરંગી ધુમાડા છોડવામાં આવ્યા હતા. નૌકાદળના જવાનો પણ વિક્ટરી પરેડમાં ભાગ લેવાના છે.

offbeat news international news russia