આ આર્ટ-ટીચરે ચૉક, માચીસની સળી અને નાના માર્બલ પર ગણેશકૃતિ રચી છે

26 August, 2020 07:26 AM IST  |  Vadodara | Gujarati Mid-day Correspondent

આ આર્ટ-ટીચરે ચૉક, માચીસની સળી અને નાના માર્બલ પર ગણેશકૃતિ રચી છે

વડોદરાના આર્ટ -ટીચર અને ગણેશભક્ત કલાકાર પ્રજેશ શાહ

વડોદરાના આર્ટ -ટીચર અને ગણેશભક્ત કલાકાર પ્રજેશ શાહ નાની અને અનોખી ચીજો પર ગણેશની આકૃતિ રચવામાં માહેર છે. તેમણે રચેલી ગણેશાકૃતિઓ ભલભલાને ચકિત કરી દેનારી છે. ગણેશોત્સવમાં તેમણે ઝીણવટભરી કલાકારીગરી દાખવી છે. પ્રજેશ શાહે આ ગણેશચતુર્થીએ ચૉકના ટુકડા પર કોતરણીકામ કરીને એમાં રંગ ભર્યા છે અને એ કામ એટલું સ્વચ્છ થયું છે કે આકૃતિ ઝીણી હોવા છતાં સ્પષ્ટ જોઈ શકાય છે. આ પહેલાં પ્રજેશે માચીસની સળી અને ટૉય માર્બલ પર ઝીણી કોતરણી કરીને ગણેશાકૃતિઓ પણ રચી છે. પ્રજેશ કહે છે, ‘એ કોતરણીઓ એવી છે કે જોનારને મૅગ્નિફાયિંગ ગ્લાસ વાપરવાની જરૂર નહીં પડે. મેં ચૉક પર ૩૦ સેન્ટિમીટરની કોતરણી અને ટૉય માર્બલ પર એક સેન્ટિમીટરના ચિત્રના રૂપમાં કલાકારીગરી કરી છે. હું ઘરની બધી વસ્તુઓ વડે કલાકૃતિઓ રચી ચૂક્યો છું.’

gujarat vadodara offbeat news hatke news