ફ્લાઇટમાં બાળકનો જન્મ : પ્રેગ્નન્ટ હોવાની મહિલાને જાણ જ નહોતી!

04 May, 2021 11:52 AM IST  |  Utah | Gujarati Mid-day Correspondent

લેવિનિયા મૌંગા નામની મહિલાએ ઉટાહમાં સનલેક સિટીથી હવાઈ જવા માટે ફ્લાઇટ પકડી ત્યારે તેને પોતે હોવાની કલ્પના પણ નહોતી તો ગર્ભકાળ પૂરો થઈ પ્રસવનો સમય નજીક આવ્યાની તો કલ્પના જ ક્યાંથી હોય.

પ્રતીકાત્મક તસવીર

ઐસા ભી હોતા હૈ.
લેવિનિયા મૌંગા નામની મહિલાએ ઉટાહમાં સનલેક સિટીથી હવાઈ જવા માટે ફ્લાઇટ પકડી ત્યારે તેને પોતે હોવાની કલ્પના પણ નહોતી તો ગર્ભકાળ પૂરો થઈ પ્રસવનો સમય નજીક આવ્યાની તો કલ્પના જ ક્યાંથી હોય. જોકે ફ્લાઇટની મધ્યમાં જ તેને પ્રસવપીડા ઊપડી અને ફ્લાઇટમાંના પ્રવાસીઓમાં ડૉક્ટર અને નર્સની મદદથી હવાઈ પહોંચતાં પહેલાં તો તેણે એક સ્વસ્થ, સુંદર અને તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. બાળકનું નામ રેમન્ડ કૈમાના વેડ કોબે લવાકી મૌંગા રાખવામાં આવ્યું છે. 

પ્લેનમાંના તેના સહપ્રવાસીએ આખી ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો છે. બાળકના જન્મ પછી તમામ પ્રવાસીઓએ આનંદ અને હર્ષની ચિચિયારીઓથી તેને વધાવી લીધી હતી. મહિલા સાથે તેના પિતા પણ વિમાનમાં પ્રવાસ કરી રહ્યા હતા. એક પ્રવાસીએ પિતાને પૂછ્યું કે બાળકનો જન્મ થવાની તૈયારી હતી તો પછી તમારી દીકરીએ કેમ વિમાન-પ્રવાસ કરવાનું પસંદ કર્યું? પિતાએ જવાબ આપ્યો કે મારી દીકરીને ખબર જ નહોતી કે તે પ્રેગ્નન્ટ છે.

offbeat news hatke news