૨૫૯ વર્ષ પહેલાં બાંધેલું ઘર ૭.૦૬ કરોડના ખર્ચે ૮૦ કિલોમીટર દૂર ખસેડાયું

29 September, 2019 08:13 AM IST  |  મૅરિલૅન્ડ

૨૫૯ વર્ષ પહેલાં બાંધેલું ઘર ૭.૦૬ કરોડના ખર્ચે ૮૦ કિલોમીટર દૂર ખસેડાયું

કરોડોના ખર્ચે ઘરનું કરાયું સ્થળાંતરણ

અમેરિકાના મૅરિલૅન્ડ રાજ્યમાં એક ઐતિહાસિક ઘરને લગભગ ૮૦ કિલોમીટર દૂર ખસેડવામાં આવ્યું છે. ૧૭૬૦ની સાલમાં એસ્ટનમાં બનેલા આ હિસ્ટોરિક ઘરને ક્વીન્સટાઉનમાં ખસેડવામાં આવ્યું હતું. જ્યૉર્જિયન સ્ટાઇલનું આ બિલ્ડિંગ નીલેય પરિવારે ખરીદ્યું હતું. જોકે તેમને આ ઘર કોઈ નદીના કિનારા પાસે હોય એવી ઇચ્છા હતી. તેમણે નદી કિનારા પાસે આવું ઐતિહાસિક ઘર શોધવાની ઘણી કોશિશ કરી પણ તેમને જોઈએ એવું ઘર નહોતું મળી રહ્યું. એટલે તેમણે એસ્ટન શહેરમાં આવેલા ૨૫૯ વર્ષ જૂના આ ઘરને ખરીદીને એને પોતાને ગમતા સ્થળે રીલોકેટ કર્યું હતું.

આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

 અલબત્ત, આ માટે તેમને ૧ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૭.૦૬ કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થયો હતો. ગૅલોવે હાઉસ તરીકે જાણીતું આ બિલ્ડિંગ ૧૭૬૦ એટલે કે અમેરિકન સિવિલ વૉર કરતાંય પહેલાં બંધાયેલું હતું. ખરીદનાર પરિવારે છેલ્લાં બે વર્ષથી એને રીલોકેટ કરવાનું પ્લાનિંગ શરૂ કર્યું હતું. ઘરને એક જગ્યાએથી બીજે લઈ જવા માટે પ્રૅક્ટિ‌કલી બે વીકનો સમય લાગ્યો હતો. ઘરને અમુક કિલોમીટર સુધી જમીન માર્ગે ખસેડવામાં આવ્યું હતું અને પછીથી એને જળમાર્ગે લઈ જવામાં આવ્યું હતું. 

offbeat news hatke news