કૉફીના કચરામાંથી સનગ્લાસિસ બનાવ્યા : એમાંથી સુગંધ પણ આવે છે!

30 January, 2020 07:48 AM IST  |  Ukraine

કૉફીના કચરામાંથી સનગ્લાસિસ બનાવ્યા : એમાંથી સુગંધ પણ આવે છે!

કૉફીના કચરામાંથી સનગ્લાસિસ બનાવ્યા

યુક્રેનની ઓચિસ કૉફી બ્રૅન્ડના માલિક મૅક્સ હેવ્રિન્કોએ કૉફી વડે બનેલા સનગ્લાસિસ લૉન્ચ કર્યા છે. કૉફી સનગ્લાસ અન્ય પ્લાસ્ટિકનાં ચશ્માંની માફક ડ્યુરેબલ અને ફ્લેક્સિબલ છે. પ્રયોગાત્મક ધોરણે આ ચશ્માં બનાવવાની શરૂઆત કરવામાં આવી ત્યારે પહેલાં ૩૦૦ સૅમ્પલ્સ રિજેક્ટ કરવામાં આવ્યાં હતાં. પ્લાસ્ટિકનો વપરાશ રોકવા માટે બનાવવામાં આવેલા સનગ્લાસિસ પહેરતાંની સાથે એમાંથી કૉફીની સુગંધ પણ આવે છે.

આ પણ વાંચો : આઠ શ્વાનોએ સાત કલાકમાં 730 ઉંદર માર્યા

મૅક્સ હેવ્રિન્કો ઑપ્ટિશ્યનના પરિવારમાંથી આવે છે અને પંદરેક વર્ષથી કૉફીના ધંધા સાથે પણ જોડાયેલા છે. ઑનલાઇન ૭૮-૭૯ ડૉલર (અંદાજે ૫૫૫૫-૫૬૨૫ રૂપિયા)માં આ કાળા કાચ ધરાવતાં ઇકો-ફ્રેન્ડ્લી ગૉગલ્સ ઉપલબ્ધ છે.

ukraine offbeat news hatke news