આઠ શ્વાનોએ સાત કલાકમાં 730 ઉંદર માર્યા

Published: Jan 30, 2020, 07:48 IST | England

મુંબઈ મહાનગરપાલિકાની ઉંદર મારવાના કૉ‌ન્ટ્રૅક્ટ આપવાની પળોજણ હળ‍વી કરવામાં મદદરૂપ થાય એવો વિચાર પેદા કરતી ઘટના ઇંગ્લૅન્ડમાં બની છે.

આઠ શ્વાનોએ સાત કલાકમાં 730 ઉંદર માર્યા
આઠ શ્વાનોએ સાત કલાકમાં 730 ઉંદર માર્યા

મુંબઈ મહાનગરપાલિકાની ઉંદર મારવાના કૉ‌ન્ટ્રૅક્ટ આપવાની પળોજણ હળ‍વી કરવામાં મદદરૂપ થાય એવો વિચાર પેદા કરતી ઘટના ઇંગ્લૅન્ડમાં બની છે.

killed

ઇંગ્લૅન્ડના ગ્રામીણ ક્ષેત્રોનાં ખેતરોમાં રોગચાળા ફેલાવતા મોટા કદના ઉંદરો મોટા પ્રમાણમાં ફેલાયા છે. ઉંદરોનો નાશ કરવામાં ખેડૂતોના નાકે દમ આવે છે. નૉર્ફોક અને સફોક કંપનીઓમાં તાલીમબદ્ધ અને વિશેષ કૌશલ ધરાવતા રૅટ હન્ટર્સ છે. એ રૅટ હન્ટર્સ એટલે શ્વાન. તાલીમ અપાયેલા એ શ્વાનોને રૅટ હન્ટર્સ તરીકે જેનેટિકલી ડિઝાઇન કરવામાં આવે છે.

આ પણ વાંચો : ફરવા ગયેલો પરિવાર રસ્તો ભૂલી જતાં 34 દિવસ સુધી જંગલમાં ભટકતો રહ્યો

૧૨ જાન્યુઆરીએ ૭ રૅટ હન્ટર ડૉગ્સની સાત કલાકની સક્રિયતામાં ૭૩૦ ઉંદરોનો નાશ થયો હતો. આ શ્વાનોની જેનેટિકલી ડિઝાઇન્ડ જાતિઓમાં નૉર્ફોક ટેરિયર, વ્હિપેટ, પીટરડેલ વગેરેનો સમાવેશ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK