24 વર્ષના યુવકે 81 વર્ષના માજી સાથે કર્યા લગ્ન, કારણ જાણીને ચોંકી જશો..

01 October, 2019 12:02 PM IST  |  યુક્રેન

24 વર્ષના યુવકે 81 વર્ષના માજી સાથે કર્યા લગ્ન, કારણ જાણીને ચોંકી જશો..

24 વર્ષના યુવકે 81 વર્ષના માજી સાથે કર્યા લગ્ન

યુક્રેનમાં અજીબ ઘટના સામે આવી છે. જ્યાં 24 વર્ષના એક યુવકે સેનામાં ભરતી ન થવું પડે એટલે તેણે સંબંધમાં તેની દાદી થતા વૃદ્ધા સાથે લગ્ન કરી લીધા. દુલ્હનની ઉંમર 81 વર્ષ છે. આ મામલે જ્યાં એક તરફ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે, ત્યાં યુવકની આલોચના પણ થઈ રહી છે. જો કે કાયદો તેની સાથે છે. એટલે કે તેણે જે કર્યું તે કાયદાકીય રીતે સાચું છે.

દરેકના આપવી પડે છે સેનામાં સેવા
અલેક્ઝેંડર કોંડ્રાડ્યૂક નામનો આ શખ્સ વિન્નિત્સા શહેરનો રહેનારો છે. યુક્રેનમાં 18 વર્ષથી 26 વર્ષના દરેક શખ્સ માટે સેનામાં સેવા આપવી અનિવાર્ય છે. એટલે અલેક્ઝેંડરને પણ વર્ષ 2017માં આ મામલે એક ચિઠ્ઠી મળી. ત્યાં દરેક યુવાનને સેનામાં 1 વર્ષ સુધીનો સમય વિતાવવાનો હોય છે. અલેક્ઝેંડરને આ સેવા નહોતી આપવી, એટલે તેણે નિયમો સાથે રમવાનો કર્યો નિર્ણય

દૂર સંબંધમાં થતા દાદીને લગ્ન માટે કર્યા રાજી
અહેવાલો પ્રમાણે, મિલિટ્રી સર્વિસમાંથી છૂટ ત્યારે જ મળી શકે જ્યારે એ શખ્સ પર કોઈ દિવ્યાંગજનને સંભાળવાની જવાબદારી હોય. અલેક્ઝાંડરે આ નિયમને હથિયાર બનાવ્યો અને તે પોતાની એક પિતરાઈના દાદી જિનાઈડા પાસે પહોંચ્યો. આ દાદીને તેણે લગ્નનો પ્રસ્તાવ મુક્યો અને લગ્ન માટે મનાવી પણ લીધા. અલેક્ઝેંડરની ઉંમર ત્યારે 22 વર્ષ હતી. તે સેનામાં ભરતી થવાથી બચી ગયો. જો કે આશંકા એવી પણ જતાવવામાં આવી રહી છે કે જ્યારે તેની ઉંમર 26 વર્ષ થઈ જશે પછી શું થશે, ત્યારે શું તે પોતાનાથી 57 વર્ષ મોટી દુલ્હનને છૂટાછેડા આપી દેશે?

બંનેના ખરેખર થયા છે લગ્ન, તપાસમાં આવ્યું સામે
આ મામલો પહેલીવાર 2018ના આખરી મહિનામાં સામે આવ્યો. ત્યારે મિલિટ્રી કમિશ્નર ઑફિસે કોર્ટમાં આ લગ્નને રદ્દ કરાવવાની અરજી દાખલ કરી હતી. સેનાનું માનવું છે કે અલેક્ઝેંડરે લગ્ન માટે જે દસ્તાવેજ બતાવ્યા, તે નકલી છે. પરંતુ તપાસમાં આ વાતની પુષ્ટિ થઈ છે કે તેમણે લગ્ન કર્યા છે.

આ પણ જુઓઃ શું તમને ખબર છે આ ગુજરાતી અભિનેત્રીએ બિગ બોસમાં આવતા પહેલા કરી છે ભોજપુરી ફિલ્મો?

યુક્રેનમાં બે વર્ષ બાદ ઉછળ્યો મામલો
સિવિલ એક્ટ રજિસ્ટ્રેશન ઑફિસે આ લગ્નને કાયદેસર માન્યા, જે બાદ સેના પાસે પીછેહઠ કરવા સિવાય કોઈ રસ્તો નહોતો. પરંતુ ગયા મહિને યુક્રેનના મીડિયાએ આ મામલાને ફરી સમાચારોમાં લાવ્યો, અને સેનાના પ્રતિનિધિઓને પુછ્યું કે, ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થાય તે માટે મિલિટ્રીએ નિયમોમાં કોઈ ફેરફાર કર્યો છે?

offbeat news hatke news ukraine