વૃક્ષને પરણેલા આ બહેને તેમની પહેલી વેડિંગ ઍનિવર્સરી મનાવી

15 September, 2020 07:16 AM IST  |  England | Gujarati Mid-day Correspondent

વૃક્ષને પરણેલા આ બહેને તેમની પહેલી વેડિંગ ઍનિવર્સરી મનાવી

આ બહેને ઝાડ સાથેની તેમની પહેલી વેડિંગ ઍનિવર્સરી મનાવી

ઇંગ્લૅન્ડના સેફ્ટન ટાઉનમાં રહેતી કેટ કનિંન્ગહૅમ નામનાં બહેને ગયા વર્ષે એક વૃક્ષ સાથે લગ્ન કરેલાં. વૃક્ષનું નામ પાડેલું એલ્ડર એને કારણે લગ્ન પછી તેણે પોતાના નામની પાછળ એલ્ડર અટક પણ લગાવી દીધેલી. ૩૮ વર્ષનાં કેટબહેને જ્યારે ગયા વર્ષે વૃક્ષ સાથે લગ્ન કરવાની જાહેરાત કરેલી ત્યારે તેમના બે સંતાનોને બહુ ખચકાટ અનુભવાયેલો. યસ, કેટને બે સંતાનો છે અને હાલમાં કોઈ બૉયફ્રેન્ડ ધરાવતાં નથી. કેટે રિમરોઝ વૅલી કાઉન્ટી પાર્કમાં આવેલા એક વૃક્ષ સાથે લગ્ન કર્યા પછી તે વીકમાં પાંચ વાર આ વૃક્ષને મળવા આવે છે. કેટને વૃક્ષ માટે બહુ જ પ્રેમ છે. એક વર્ષ બાદ હવે તેણે એની વેડિંગ ઍનિવર્સરી પણ ઊજવી છે. તેના બે ફ્રેન્ડ્સ સાથે તે આ ટ્રીને મળવા ગયેલી અને એ વૃક્ષની સાથે બેસીને વાતો કરી, ઊજાણી કરી અને પહેલાા વેડિંગ ઍનિવર્સરી રંગેચંગે ઊજવી હતી.

કેટબહેનનું કહેવું છે કે વૃક્ષ સાથે લગ્ન કર્યાં પછી તેને બહુ સારું લાગી રહ્યું છે કેમ કે ટ્રી હંમેશાં તમને જીવંત રાખે છે.

england offbeat news hatke news international news