અબજોપતિએ કચરામાં નાખેલાં પ્લાસ્ટિકમાંથી ઉપયોગી સ્લીપ પૉડ્સ બનાવ્યા

09 February, 2020 08:27 AM IST  |  England

અબજોપતિએ કચરામાં નાખેલાં પ્લાસ્ટિકમાંથી ઉપયોગી સ્લીપ પૉડ્સ બનાવ્યા

સ્લીપ પૉડ્સ

ઇંગ્લૅન્ડના અબજોપતિ પીટર ડેવે કચરામાં પડેલાં બે પ્લાસ્ટિક કૅન વડે બેઘર લોકોને ઉપયોગી થાય એવા સ્લીપ પૉડ્સ બનાવ્યાં છે. પીટરે કચરામાં પડેલાં પ્લાસ્ટિક કૅનમાંથી સિંગલ સીટ વેહિકલનું પ્રોટોટાઇપ વિકસાવ્યા પછી સ્લીપ પૉડ્સ બનાવવાનો વિચાર કર્યો હતો. ફુટપાથ-રસ્તા પર સૂનારા લોકોની કેટલીક ફરિયાદો પીટરના ધ્યાનમાં આવી હતી. ઝાકળને કારણે કે ઊંઘમાં પેશાબ કરનારાઓને કારણે પથારી ભીની થવાની અને જતા-આવતા લોકોના હડસેલા ખાવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને પીટરે સ્લીપ પૉડ્સ બનાવ્યાં છે.

england offbeat news hatke news