પહેલા લગ્ન નિષ્ફળ જતાં આ બહેને ત્રણ પુરુષો સાથે લગ્ન કર્યાં

08 November, 2019 10:48 AM IST  |  Uganda

પહેલા લગ્ન નિષ્ફળ જતાં આ બહેને ત્રણ પુરુષો સાથે લગ્ન કર્યાં

આ બહેને ત્રણ પુરુષો સાથે લગ્ન કર્યાં

યુગાન્ડાના અમુગગરાની ૩૬ વર્ષની એક મહિલા તેના પહેલા લગ્ન નિષ્ફળ ગયાં બાદ ત્રણ પુરુષો સાથે લગ્ન કરતાં સમાચારમાં ચમકી છે. યુગાન્ડામાં ટેસો સમાજના ક્રિશ્ચિયન પાદરીની દીકરી ઍન ગ્રૅસ અગુટીએ એક કરતાં વધુ પુરુષો સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારથી તે તેના સમાજના લોકોથી જુદી પડી ગઈ છે. જોકે પોતાના બચાવમાં ઍન કહે છે કે ‘મેં તો સમાજની રીત પ્રમાણે એક પુરુષ સાથે લગ્ન કર્યાં હતાં, પણ તે મારી આશાથી વિપરીત નીકળ્યો. હું એક એવો પતિ ઇચ્છતી હતી જે ગૃહિણી તરીકેની મારી જરૂરિયાત પૂરી કરી શકે, પણ મારો પતિ નકામો નીકળ્યો. મારે જ કમાવવું પડ્યું એટલે મેં તેને છોડી દીધો અને હવે હું એક કરતાં વધુ પુરુષો સાથે લગ્ન કરવા ઇચ્છું છું.’

આ પણ વાંચો : સોનાની ટૉઇલેટની સીટ પર ૪૦,૮૧૫ હીરાનું જડતર

ઍનના પિતા પાદરી પીટર ઓગવૅન્ગનું કહેવું છે કે તેનો હજી એક પતિ હતો, પણ તેણે મારી દીકરી પર દાતરડાથી હુમલો કરતાં મેં અને ગામના અન્ય લોકોએ તેને ગયા વર્ષે જ ગામમાંથી બહાર કાઢી મૂક્યો હતો. હાલમાં પણ તે ગામલોકો સાથે મળીને ઍનના ત્રણ પતિને હાંકી કાઢવા ગયો હતો, પરંતુ ઍનનું કહેવું છે કે તે પુખ્ત વયની છે અને પોતાની મરજીથી ત્રણ પતિ સાથે રહે છે.

offbeat news hatke news