અપહરણ થયા બાદ 26 વર્ષથી લાપતા હતી આ મહિલા

15 May, 2021 11:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૪૨ વર્ષની એક મહિલાએ ટિકટૉક પર પોતાની કહાણી દર્શાવતો વિડિયો અપલોડ કર્યો છે. આ વિડિયોમાં તેણે જણાવ્યું છે કે તેને કઈ રીતે જાણ થઈ કે તેનું અપહરણ થયું હતું

આ મહિલા 1980થી ગુમ થઈ હતી

૪૨ વર્ષની એક મહિલાએ ટિકટૉક પર પોતાની કહાણી દર્શાવતો વિડિયો અપલોડ કર્યો છે. આ વિડિયોમાં તેણે જણાવ્યું છે કે તેને કઈ રીતે જાણ થઈ કે તેનું અપહરણ થયું હતું, તે જેને મા કહેતી હતી તે તેની જૈવિક માતા નહોતી અને કઈ રીતે મહેનત કરીને તેણે પોતાની જન્મદાત્રી માતાને શોધી કાઢી હતી.

તેણે શહેરના પોલીસ વિભાગને ફોન કરીને તે જે શહેરમાં જન્મી હતી એની જાણકારી આપી, જેના વિશે જાણીને શહેરના શેરિફે અંગત રસ દાખવતાં તેની માતા વિશે કોઈ માહિતી ન મળી હોવાનું કહેવાની સાથે ઉમેર્યું કે પોલીસના અને સત્તાધીશોના રેકૉર્ડમાં તેની ઓળખ ગુમ થયેલી વ્યક્તિ તરીકેની છે.

તે ૧૯૮૦થી ગુમ હતી, જે વિશે પોલીસતપાસ પણ કરવામાં આવી હતી, પરંતુ તેનો રેકૉર્ડ શોધી શકાયો નહોતો. તેના કેસની તપાસના ૨૦ ફૉલોઅપ્સમાં મહિલાને કેટલીક જગ્યાએ છીંડાં હોવાનું અનુભવાયું હતું. તેનું માનવું હતું કે તેની જૈવિક માતાએ તેને અપહરણકર્તાઓને વેચી દીધી હતી.

જોકે આ આખી વાતથી તેની નાની અજાણ હોવાથી તેણે ગુમ થવા વિશે ફરિયાદ નોંધાવી હતી. તેની જૈવિક માતાએ પોતે કરેલું કામ કબૂલવાને બદલે તે તેના વિશે પૂરી જાણકારી હોવા છતાં તેણે તેની શોધના ઢોંગમાં સાથ આપ્યો હતો.

મહિલાએ કહ્યું, ‘મારી માતાનો પરિવાર એમ માનતો હતો કે મારું અપહરણ કરાયું હતું, જ્યારે મારું અપહરણ કરનાર પરિવાર માનતો હતો કે તેમણે મને એક સનકી મહિલાથી બચાવી હતી.’

તેનો ઉછેર કરનાર યુગલના છૂટાછેડા થતાં તેઓએ તેને આખી વાતની જાણ કરી હતી. પોતાનાં માતાપિતાની ભાળ મેળવવા તેણે પ્રાઇવેટ ડિટેક્ટિવ પણ રોક્યા હતા. જોકે છેલ્લે તેણે જણાવ્યું હતું કે તે તેના જૈવિક પિતાના સંપર્કમાં છે અને હવે બધું સમુંસૂતરું પાર પડી રહ્યું છે.

offbeat news hatke news