રશિયાનાં આ આન્ટીને ચપ્પુ-ફેંકની સ્પર્ધામાં કોઈ પહોંચી શકે એમ નથી

26 October, 2020 08:07 AM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

રશિયાનાં આ આન્ટીને ચપ્પુ-ફેંકની સ્પર્ધામાં કોઈ પહોંચી શકે એમ નથી

૫૬ વર્ષનાં ચુવિનાએ ૨૦૦૭માં ચપ્પુફેંક શીખવાની શરૂઆત કરી હતી

રશિયાના સાસોવો શહેરમાં રહેતી ગલીના ચુવિના નામની નિવૃત્ત મહિલાએ ફાજલ સમયમાં પોતાના ચપ્પુફેંકના શોખને પોષ્યો અને આજે તેમણે ચપ્પુફેંકમાં આઠ વખત નૅશનલ, યુરોપિયન અને વિશ્વ ચૅમ્પિયનશિપ હાંસલ કરી છે.

૫૬ વર્ષનાં ચુવિનાએ ૨૦૦૭માં ચપ્પુફેંક શીખવાની શરૂઆત કરી હતી અને દોઢ મહિનામાં તો એમાં નિપુણ થઈ ગયાં હતાં. થોડા સમયમાં તેમના શહેરમાં ચપ્પુફેંકની સ્પર્ધા યોજાઈ રહી હોવાનું જાણવા મળતાં તેમણે સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં તેઓ વિજેતા થયાં હતાં. જોકે એ વખતે તેમના વિજયને જોકે લોકોએ નસીબ સાથે જોડી દીધો હતું.

મૉસ્કોમાં ફરી એક વાર ચપ્પુફેંકમાં વિજેતા થઈને તેમણે તેમના ટીકાકારોની બોલતી બંધ કરી દીધી હતી. સ્પર્ધામાં વિજયી થવાની સાથે મળતી ભેટોએ તેમને વધુ સ્પર્ધામાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યાં અને પછી તો ચપ્પુફેંકનો સિલસિલો શરૂ થઈ ગયો. ૨૦૦૮માં યોજાયેલી ચપ્પુફેંકની સ્પર્ધામાં ભાગ લેનારા ૩૬ પ્રતિસ્પર્ધીઓમાં તેઓ એકમાત્ર નિવૃત્ત વયનાં પ્રતિસ્પર્ધી હતાં, જેમણે સૌથી ઓછી માત્ર એક જ વર્ષની તાલીમ મેળવી હતી. ત્યાં પણ તેઓ સ્પર્ધા જીતી ગયાં હતાં.

૨૦૧૩માં તેમણે યુરોપિયન નાઇફ પ્રૉઇંગ કૉમ્પિટિશનમાં ભાગ લઈ સ્પર્ધામાં જીત મેળવી હતી. લગભગ ૫૦ જેટલા મેડલ્સ ને ટાઇટલ જીત્યા બાદ મોટા ભાગના દેશોમાં તેમનું માન રાષ્ટ્રીય સ્તરે વધ્યું હતુ, રશિયામાં તેમને તેમની ટૅલન્ટ મુજબનું સન્માન મળતું ન હોવા છતાં નાણાભીડને કારણે તેમણે સ્પર્ધામાં ભાગ લેવાને બદલે એમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.

russia offbeat news hatke news international news