પંજાબી પુત્તરે પેઇન્ટ કર્યાં છે 46 અમેરિકન પ્રેસિડન્ટ્સનાં પૉર્ટ્રેટ્સ

11 November, 2020 10:27 AM IST  |  Punjab | Gujarati Mid-day Correspondent

પંજાબી પુત્તરે પેઇન્ટ કર્યાં છે 46 અમેરિકન પ્રેસિડન્ટ્સનાં પૉર્ટ્રેટ્સ

જગજોત સિંહ રૂબલ

છેલ્લા ત્રણ દિવસથી સોશ્યલ મીડિયામાં અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા પ્રેસિડન્ટ જો બાઇડન ટ્રેન્ડમાં છે. પંજાબના અમ્રિતસરમાં રહેતા જગજોત સિંહ રૂબલે અમેરિકન પ્રેસિડન્ટ્સને ટ્રિબ્યુટ્સ આપતો હોય એમ અત્યાર સુધીના તમામ પ્રેસિડન્ટ્સની તસવીરોનો એક કોલાજ તૈયાર કર્યો છે. છેલ્લા આઠ મહિનાથી તેઓ આ કોલાજ પર કામ કરી રહ્યા છે.

આઠ ફુટ બાય આઠ ફુટના કૅન્વસ પર તેમણે પહેલા પ્રેસિડન્ટથી લઈને તાજેતરમાં ચૂંટાયેલા નવા અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડનનો સમાવેશ પણ કરી લીધો છે. છેલ્લાં ૨૩૦ વર્ષમાં બનેલા તમામ ૪૬ પ્રેસિડન્ટ્સને એક જ કૅન્વસ પર એક જ કોલાજમાં સમાવાયા છે અને હવે જગજોત સિંહની ઇચ્છા છે કે તેનું આ પૉર્ટ્રેટ એક વાર વાઇટ હાઉસમાં ડિસ્પ્લે કરવામાં આવે. 

punjab amritsar offbeat news hatke news national news