આ પેન વાપર્યા પછી કૂંડાંમાં વાવી દેશો તો ફૂલ ઊગી નીકળશે

14 July, 2019 11:03 AM IST  |  ભુવનેશ્વર

આ પેન વાપર્યા પછી કૂંડાંમાં વાવી દેશો તો ફૂલ ઊગી નીકળશે

આ પેન વાપર્યા પછી કૂંડાંમાં વાવી દેશો તો ફૂલ ઊગી નીકળશે

પર્યાવરણને નુકસાન ન થાય એવી ચીજોની હવે બોલબાલા વધી રહી છે ત્યારે ઓડિશાના ભુવનેશ્વરમાં રહેતા પ્રેમ પાંડેય અને અહમદ રઝા નામના બે સ્ટુડન્ટ્સે ઇકો-ફ્રેન્ડલી પેન બનાવી છે. તેમણે ન્યુઝપેપર, ફળ-ફૂલ અને ફૂલોના બીજની મદદથી આ પેન તૈયાર કરી છે. પ્રેમ અને અહમદે શરૂ કરેલા સ્ટાર્ટઅપનું નામ છે લિખના જે લખવા માટેની પેનો પાંચથી સાત રૂપિયામાં વેચે છે.

આ પણ વાંચોઃ આ મહેલ નહીં, કેક છેઃ ભૂતપૂર્વ બૉક્સિંગ ચૅમ્પિયને બનાવી છે

નવાઈની વાત એ છે કે આ પેનો માત્ર ભારતમાં જ નહીં, જર્મની અને ઑસ્ટ્રેલિયાના માર્કેટમાં પણ ઉપલબ્ધ છે. આમ તો પ્લાસ્ટિકથી બચવા માટે આ પેન બનાવવામાં આવી છે, પણ એમાં હજીયે સહેજ માત્રામાં પ્લાસ્ટિક વપરાય જ છે. પેનનું બાહ્ય આવરણ ન્યુઝ પેપરમાંથી બનેલું છે, પરંતુ એની રીફિલ પ્લાસ્ટિકની છે. આ પેન વાપર્યા પછી ફેંકી દેવાની નથી, પરંતુ એને જમીન કે માટીના કૂંડાંમાં દાટી દેવાથી એ જગ્યાએ બીજ અંકુરિત થઈને એમાંથી ફળ કે ફૂલનો છોડ તૈયાર થઈ જાય છે.

national news offbeat news hatke news