હાથમાં અજગર અને ખભે પોપટ બેસાડીને જતો આ માણસ સોશ્યલ મીડિયામાં હિટ

03 March, 2021 07:13 AM IST  |  Australia

હાથમાં અજગર અને ખભે પોપટ બેસાડીને જતો આ માણસ સોશ્યલ મીડિયામાં હિટ

હાથમાં અજગર અને ખભે પોપટ બેસાડીને જતો માણસ

ઑસ્ટ્રેલિયામાં ટિક ટૉક-યુઝર હેઇલી રૉબેન મિત્રો સાથે કારમાં પ્રવાસ કરતો હતો ત્યારે તેણે અનોખું દૃશ્ય જોયું હતું. કાર સિગ્નલ પર ઊભી હતી ત્યારે હેઇલી રૉબેનને રસ્તા પરથી પસાર થતા એક માણસને જોઈને આશ્ચર્ય થયું હતું, કારણ કે એ માણસના ખભા પર પીળા રંગનો પોપટ બેઠો હતો અને હાથમાં અજગર વીંટાળ્યો હતો. એ માણસ આજુબાજુના લોકો શું વિચારશે એની પરવા કર્યા વગર માથું ધુણાવતો-ધુણાવતો ચાલતો હતો. હેઇલી રૉબેને એ માણસનો વિડિયો ઉતાર્યો અને એ વિડિયો ટિક ટૉક પર અપલોડ કર્યો હતો. સોશ્યલ મીડિયા પર એ વિડિયોને ૪૦,૦૦૦ કરતાં વધારે લાઇક્સ મળી છે અને યુઝર્સની ૧૦૦૦થી વધારે કમેન્ટ્સ નોંધાઈ છે.

australia offbeat news hatke news international news