કોરોનાથી બચવા આ ભાઈએ બનાવ્યો સોનાનો માસ્ક, કિંમત જાણીને તમે ચોંકી જશો

04 July, 2020 02:11 PM IST  |  Pune | Gujarati Mid-day Online Correspondent

કોરોનાથી બચવા આ ભાઈએ બનાવ્યો સોનાનો માસ્ક, કિંમત જાણીને તમે ચોંકી જશો

શંકર કુરાડે

દેશમાં કોરોના વાઈરસનો આતંક ફેલાયા છે અને દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. દરરોજ કોરોનાના નવા દર્દી રેકૉર્ડ તોડી રહ્યા છે. દેશમાં આ સમયે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 6.25 લાખથી વધારે થઈ ગઈ છે. એવામાં દેશમાં ઝડપથી વધતા પોઝિટીવ કેસને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લોકોને અપીલ કરી રહ્યા છે કે, જ્યારે પણ કોઈ ઘરેથી બહાર જાય તો માસ્ક જરૂર પહેરો, સાવધાની રાખો અને લોકોના સંપર્કમાં નહીં આવો.

કોરોનાના આ જંગમાં મહારાષ્ટ્રના પુણેના પિંપરી-ચિંચવડમાં એક વ્યક્તિએ સોનાના માસ્ક બનાવ્યા છે, આ માસ્કની કિંમત સાંભળીને તમે ચોંકી જશો. સોનાથી મઢેલા આ માસ્કની કિંમત 2.89 લાખ રૂપિયા છે.

આ માસ્ક ખાસ કોરોના માટે બનાવવામાં આવ્યો છે. પુણ જિલ્લાના પિંપરી-ચિંચવડના રહેવાસી શંકર કુરાડેએ પોતાને કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે સોનાનો માસ્ક તૈયાર કરાવ્યો છે. આ માસ્કની કિંમત લગભગ 2.89 લાખ રૂપિયા છે. સાથે જ શંકર કુરાડેએ કહ્યું કે આ માસ્કમાં ખૂબ નાનાં છિદ્રો છે, જેથી શ્વાસ લેવામાં તકલીફ ન પડે. તેમણે એમ પણ કહ્યું કે મને ખબર નથી કે કોવિડ -19ના મામલામાં આ માસ્ક કેટલો અસરકારક છે.

pune offbeat news hatke news maharashtra coronavirus covid19