અમિતાભ બચ્ચન માટે 15 વર્ષથી કરવા ચોથનું વ્રત રાખે છે આ ભાઇ

15 July, 2020 08:55 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અમિતાભ બચ્ચન માટે 15 વર્ષથી કરવા ચોથનું વ્રત રાખે છે આ ભાઇ

ગોવર્ધનને લોકો બરેલીના બચ્ચન કહે છે

 

અમિતાભ બચ્ચનને (Amitabh Bachchan) કોરોના પૉઝીટિવ (Corona Positive ) આવ્યા બાદ આખો દેશ તેના માટે પ્રાર્થના કરી રહ્યો છે. તે દરમિયાન બિગબીને લગતી તમામ રસપ્રદ વાતો બહાર આવી રહી છે. બરેલીમાં પણ એક વ્યક્તિ અમિતાભ માટે પ્રાર્થના કરી રહ્યો છે. ખાસ વાત એ છે કે તે પોતે 'બરેલીના અમિતાભ' તરીકે જાણીતા છે. તેનો ચહેરો બિગબીને મળતો આવે છે.

બરેલીના ગોવર્ધન 5 વર્ષથી અમિતાભ બચ્ચન માટે કરવા ચોથનું વ્રત રાખે છે અને તે અમિતભાની માફક જ તૈયાર થાય છે. જ્યારથી તેમને અમિતાભના કોરોના પૉઝિટીવની ખબર પડી છે તે તેમના સાજા થવા સતતની પ્રાર્થના કરી રહ્યા છે. ગોવર્ધન અમિતાભની જેમ પોશાક પહેરે છે. જ્યારે તેમને ખબર પડી કે અમિતાભ કોરોના પૉઝીટિવ બન્યા છે, ત્યારે તેઓ ચોંકી ગયા. ત્યારથી તે અમિતાભ બચ્ચન માટે પૂજા-પ્રાર્થના કરવા બેઠા છે.

ગોવર્ધને કહ્યું કે  પોતે 15 વર્ષથી અમિતાભ માટે કરવા ચોથના ઉપવાસ કરી રહ્યા છે. તેમની પત્ની તેમના માટે ઉપવાસ કરે છે અને પોતે અમિતાભ માટે ઉપવાસ કરે છે. તેમના મતે, જ્યાં સુધી તે જીવશે ત્યાં સુધી આમ કરશે. 2010 માં ગોવર્ધન અમિતાભને મુંબઇમાં પણ મળ્યા હતા અને અમિતાભને મળીને એટલા ખુશ થયા કે તેમને ભેટી પડ્યા.

amitabh bachchan bareilly bollywood offbeat news