ચેન્નઈના આ ભાઈએ વિવિધ દેશોનાં 410 ચલણી નાણાં ભેગા કરીને બનાવ્યો રેકૉર્ડ

13 January, 2021 05:31 AM IST  |  Chennai

ચેન્નઈના આ ભાઈએ વિવિધ દેશોનાં 410 ચલણી નાણાં ભેગા કરીને બનાવ્યો રેકૉર્ડ

વિવિધ દેશોનાં 410 ચલણી નાણાં ભેગા કરીને બનાવ્યો રેકૉર્ડ આ ભાઈએ

વિશ્વમાં જુદા-જુદા દેશોના ચલણી સિક્કાઓ અને નોટોનો સંગ્રહ કરનારા લોકો ઘણા મળી આવશે. અન્નામલાઈ રાજેન્દ્રન નામના એક એન્જિનિયરના આવા શોખને પગલે તેમણે રેકૉર્ડ કર્યો છે.

જુદા-જુદા દેશના આશરે સિક્કા-નોટોને એકત્રિત કરવા બદલ એશિયામાં તથા ઇન્ડિયા બુક ઑફ રેકકૉર્ડ્સમાં તેમનું નામ નોંધાયું છે. તેમનું આ કલેક્શન અનોખું એ રીતે બની રહે છે કે એમાં કેટલુંક અત્યંત દુર્લભ ચલણ છે અને ૧૬મી તથા ૧૭મી સદીનું ચલણ પણ છે.

મેં મોટા ભાગનું ચલણ મિત્રો પાસેથી અને મુદ્ર સંગ્રહણના ઑક્શન્સ થકી મેળવ્યું છે એમ ૧૦ વર્ષથી ચલણ એકત્રિત કરતા ૩૪ વર્ષના અન્નામલાઈએ જણાવ્યું હતું.

૪૧૦ ચલણી નાણાંમાંથી ૧૮૯ યુએનનાં સભ્યરાષ્ટ્રોનું અને ૨૭ ટાપુઓ તથા ઓવરસીઝ ટેરિટરીઝનું છે. આ ચલણમાં વિશ્વના પ્રથમ ‘ગ્લો ઇન ધ ડાર્ક’ કૉઇન, ભારતના ચોલા સામ્રાજ્યના પ્રાચીન સિક્કા તથા રોમન સામ્રાજ્યના પ્રાચીન સિક્કાનો સમાવેશ છે.

chennai offbeat news hatke news national news