કઝાખસ્તાનના બળિયાએ એક જ હાથે ફ્રાઇંગ-પેનને લાકડાના પાટિયામાં ખોસી દીધી

14 July, 2019 11:03 AM IST  |  કઝાખસ્તાન

કઝાખસ્તાનના બળિયાએ એક જ હાથે ફ્રાઇંગ-પેનને લાકડાના પાટિયામાં ખોસી દીધી

કઝાખસ્તાનના આ બળિયાએ એક જ હાથે ફ્રાઇંગ-પેનને લાકડાના પાટિયામાં ખોસી દીધી

સ્ટ્રૉન્ગમૅન તરીકે જાણીતો કઝાખસ્તાનનો સેરગી ત્સયારુલ્નિકોવ એક હાથે જે કામો કરી આપે છે એ કદાચ પાંચ લોકો બે હાથ ભેગા કરીને પણ ન કરી શકે. એક હાથે ૬૦-૬૫ કિલોના માણસને ઊંચકી લેવો એ તેના માત્ર જમણા હાથનો ખેલ છે. એટલું ઓછું હોય એમ તાજેતરમાં સેરગીએ એક જ હાથે ફ્રાઇંગ પેનને લાકડાના પાટિયામાં ખોસવાની ચૅલેન્જ ઉપાડીને એમાં રેકૉર્ડ બનાવ્યો છે.

આ પણ વાંચોઃ ડેઈઝી શાહઃપોતાની અદાઓથી ચાહકોને ગાંડા-ઘેલા કરી દે છે આ ગુજરાતી છોરી 

આ સ્ટન્ટમાં તે બે ખુરસીઓ વચ્ચે એક લાકડાનું પાટિયું મૂકે છે અને એની પર ધાર વિનાની ફ્રાઇંગ પેન અવળી મૂકવામાં આવે છે. એ પછી સેરગીભાઈ એક હાથે બે-ત્રણ વાર મુક્કા મારે છે અને ફ્રાઇંગ પેન લાકડાના પાટિયામાં ખૂંપી જાય છે. આ કામની ઝડપ પણ તેજતર્રાર છે. એક મિનિટમાં દસ ફ્રાઇંગ પૅનને દસ અલગ પાટિયાંમાં એ ફિક્સ કરી દે છે જેનો રેકૉર્ડ તાજેતરમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં લખાયો છે.

world news hatke news offbeat news