કીકીમાં બ્લુ રંગનું ટૅટૂ કરાવવાની ઘેલછામાં ત્રણ અઠવાડિયાં આવ્યો અંધાપો

07 November, 2019 10:04 AM IST  |  Australia

કીકીમાં બ્લુ રંગનું ટૅટૂ કરાવવાની ઘેલછામાં ત્રણ અઠવાડિયાં આવ્યો અંધાપો

આ છોકરીની ઘેલછા છે અનોખી

ઈશ્વરની દરેક કૃતિ શ્રેષ્ઠ છે અને એમાં સૌથી સુંદર કૃતિ છે માનવી. પણ ઈશ્વરની કૃતિથી પણ અસંતુષ્ટ માનવી સુંદર દેખાવા માટે નિતનવાં ગતકડાં કરતો જ રહે છે. ઑસ્ટ્રેલિયામાં રહેતી ૨૪ વર્ષની અમ્બેર લ્યુકને સુંદર દેખાવાની ઘેલછા એટલીબધી છે કે શરીરને સુંદર દેખાડવાની કોશિશમાં તે શરીરમાં ઠેકઠેકાણે ટૅટૂ ચિતરાવવા પાછળ લાખો રૂપિયાનું આંધણ કરી ચૂકી છે. અત્યાર સુધીમાં ૩૭,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૨૬.૨૭ લાખ રૂપિયા કરતાં વધુ ખર્ચીને તેણે પોતાના શરીર પર ૨૦૦ કરતાં વધુ ટૅટૂ ચિતરાવ્યાં છે.

આ પણ જુઓઃ બેકલેસ ગાઉનમાં કરીનાની આ તસવીરો મેલર્બનમાં મચાવી રહી છે ધૂમ

હાલમાં તેણે આંખની કીકીમાં બ્લુ શાહીથી ટૅટૂ કરાવ્યું હતું. સૌથી પીડાદાયક અને ભયાનક ગણાવી શકાય એવી લગભગ ૪૦ મિનિટ ચાલેલી આ પ્રક્રિયા પછી તે ત્રણ અઠવાડિયાં સુધી કશું જ જોઈ શકી નહોતી. પોતાને બ્લુ આંખવાળી વાઇટ ડ્રૅગન તરીકે ઓળખાવતી અને ૧૬ વર્ષની ઉંમરથી ટૅટૂ ચિતરાવવાની ઘેલછા રાખનારી અમ્બેર લ્યુકે જીભને વચ્ચેથી કપાવીને સાપ જેવી લાંબી જીભ કરાવી છે. કાનની બૂટ લાંબી કરાવી છે. સ્તન, ચીબુક અને હોઠ પર ટૅટૂ ચિતરાવ્યાં તથા કાનની ટોચને તીણી કરાવી છે. આમ શરીરનાં લગભગ દરેક અંગ પર તેણે અખતરા કર્યા જ છે. જોકે આંખની કીકીમાં ટૅટૂ કરાવ્યા બાદ હવે આવાં જોખમી સાહસ કરવાથી દૂર રહેવા માગતી હોવા છતાં તે માર્ચ ૨૦૨૦ સુધીમાં તેના શરીરને હજી વધુ ટૅટૂથી ભરી દેવાની ઇચ્છા રાખે છે.

offbeat news hatke news