નાટકબાજ ડૉગીઃ લોકોનું ધ્યાન ખેંચવા ભાઈસાહેબ લંગડાવાનો ઢોંગ કરે છે

30 August, 2019 09:44 AM IST  |  બૅન્ગકૉક

નાટકબાજ ડૉગીઃ લોકોનું ધ્યાન ખેંચવા ભાઈસાહેબ લંગડાવાનો ઢોંગ કરે છે

મળો આ નાટકબાજ ડોગીને....

બૅન્ગકૉકમાં એક ગલીમાં રખડતો ડૉગી પોતાનું કામ કેવી રીતે કઢાવી લેવાય એ બહુ સારી રીતે સમજી ગયો છે. જો તે એમ જ ફરે તો કોઈ તેને ખાવાનું આપે કે નહીં એ નક્કી કહેવાય નહીં, પણ જો તે દયામણો બની જાય તો લોકો સામેથી તેને સાચવે અને ખાવાનું પણ આપે. એ વિસ્તારમાંથી પહેલી વાર પસાર થઈ રહેલા એક બાઇકરે આ ડૉગીનો વિડિયો લઈને સોશ્યલ મીડિયામાં મૂક્યો છે.

આ પણ જુઓઃ મળો અપકમિંગ ગુજરાતી ફિલ્મ ચીલઝડપની 'રીચા' અને 'વિદ્યા'ને...

વાત એમ છે કે ભાઈસાહેબ ક્યારેક તેનો પાછળનો ડાબો પગ જાણે ચાલતો ન હોય એમ ઘસડીને ચાલે છે.  પગ કચડાઈ ગયો હોય અને તે એનો ઉપયોગ ન કરી શકતો હોય એમ પગને જમીન સાથે ઢસડીને તે ખેંચાય છે. એ જોઈને કોઈને પણ તેની પર દયા આવી જાય. જોકે બાઇકર ત્યાંથી પસાર થઈ જાય છે એવો તરત જ ડૉગી ચાર પગે ઊભો થઈને મસ્ત ઊછળકૂદ કરવા લાગે છે. જ્યારે કોઈકની પાસેથી સહાય જોઈતી હોય ત્યારે આવું નાટક કરી લેવું અને પછી ખાવાનું લઈને ત્યાંથી રફુચક્કર થઈ જવું એવી ફિતરત ધરાવતા ડૉગીનું હુલામણું નામ જ ઢોંગી પડી ગયું છે.

offbeat news hatke news thailand