મળો અપકમિંગ ગુજરાતી ફિલ્મ ચીલઝડપની 'રીચા' અને 'વિદ્યા'ને...

Published: Aug 29, 2019, 14:31 IST | Falguni Lakhani
 • જો તમે ફિલ્મનું ટ્રેલર જોયું હશે તો તમને તેમાં જોવા મળશે બે મજબૂત કિરદારો રીચા અને વિદ્યા. આ કિરદાર ભજવ્યા છે સોનિયા શાહે.

  જો તમે ફિલ્મનું ટ્રેલર જોયું હશે તો તમને તેમાં જોવા મળશે બે મજબૂત કિરદારો રીચા અને વિદ્યા. આ કિરદાર ભજવ્યા છે સોનિયા શાહે.

  1/17
 • ફિલ્મના કેન્દ્રમાં જ સોનિયાનું પાત્ર છે. અને ટ્રેલર જોતા તેમનું પાત્ર મજબૂત લાગી રહ્યું છે.

  ફિલ્મના કેન્દ્રમાં જ સોનિયાનું પાત્ર છે. અને ટ્રેલર જોતા તેમનું પાત્ર મજબૂત લાગી રહ્યું છે.

  2/17
 • પોતાની ભૂમિકા વિશે Gujaratimidday.com સાથે વાત કરતા સોનિયાએ કહ્યું કે, આ બે તદ્દન અલગ અલગ વ્યક્તિત્વ ધરાવતા કિરદારો છે.

  પોતાની ભૂમિકા વિશે Gujaratimidday.com સાથે વાત કરતા સોનિયાએ કહ્યું કે, આ બે તદ્દન અલગ અલગ વ્યક્તિત્વ ધરાવતા કિરદારો છે.

  3/17
 • એક તરફ રીચા છે એકદમ મોર્ડન અને મુક્ત વિચારસરણી ધરાવતી યુવતી.

  એક તરફ રીચા છે એકદમ મોર્ડન અને મુક્ત વિચારસરણી ધરાવતી યુવતી.

  4/17
 • તો બીજી બાજુ વિદ્યા છે. જે રસિકની વાઈફ છે. જે હંમેશા સાડીમાં જોવા મળે છે અને બધા સાથે એકદમ સારી રીતે વાત કરે છે.

  તો બીજી બાજુ વિદ્યા છે. જે રસિકની વાઈફ છે. જે હંમેશા સાડીમાં જોવા મળે છે અને બધા સાથે એકદમ સારી રીતે વાત કરે છે.

  5/17
 • સોનિયા ભૂમિકા વિશેના પોતાના અનુભવ શેર કરતા કહે છે કે, રીચાના રોલ મારા વ્યક્તિત્વ સાથે મેળ ખાય છે. જ્યારે વિદ્યાની ભૂમિકા મારા વ્યક્તિત્વથી બિલકુલ અલગ છે.

  સોનિયા ભૂમિકા વિશેના પોતાના અનુભવ શેર કરતા કહે છે કે, રીચાના રોલ મારા વ્યક્તિત્વ સાથે મેળ ખાય છે. જ્યારે વિદ્યાની ભૂમિકા મારા વ્યક્તિત્વથી બિલકુલ અલગ છે.

  6/17
 • સોનિયા કહે છે કે વિદ્યાનું પાત્ર અલગ છે. પરંતુ તેમના ડિરેક્ટરને વિશ્વાસ હતો કે તેઓ આ પાત્ર ભજવી શકશે.

  સોનિયા કહે છે કે વિદ્યાનું પાત્ર અલગ છે. પરંતુ તેમના ડિરેક્ટરને વિશ્વાસ હતો કે તેઓ આ પાત્ર ભજવી શકશે.

  7/17
 • ફિલ્મનો વિચાર કેવી રીતે આવ્યો તે વિશે વાત કરતા સોનિયા કહે છે કે, તેઓ અને ધર્મેશ મહેતા ગુજરાતી ભવન નામની સીરિયલ એકસાથે કરી રહ્યા હતા.

  ફિલ્મનો વિચાર કેવી રીતે આવ્યો તે વિશે વાત કરતા સોનિયા કહે છે કે, તેઓ અને ધર્મેશ મહેતા ગુજરાતી ભવન નામની સીરિયલ એકસાથે કરી રહ્યા હતા.

  8/17
 • સીરિયલના બ્રેક દરમિયાન ધર્મેશ મહેતાએ તેમને 1988માં આવેલા નાટક ચીલઝડપનો એક ડાયલોગ સંભળાવ્યો, જે સોનિયાને રસપ્રદ લાગ્યો.

  સીરિયલના બ્રેક દરમિયાન ધર્મેશ મહેતાએ તેમને 1988માં આવેલા નાટક ચીલઝડપનો એક ડાયલોગ સંભળાવ્યો, જે સોનિયાને રસપ્રદ લાગ્યો.

  9/17
 • સોનિયાએ કહ્યું કે આના પરથી તો ફિલ્મ બની શકે છે. ધર્મેશ મહેતાએ કહ્યું કે જો તેઓ ફિલ્મ બનાવશે તો મુખ્ય ભૂમિકામાં સોનિયાને જ લેશે.

  સોનિયાએ કહ્યું કે આના પરથી તો ફિલ્મ બની શકે છે. ધર્મેશ મહેતાએ કહ્યું કે જો તેઓ ફિલ્મ બનાવશે તો મુખ્ય ભૂમિકામાં સોનિયાને જ લેશે.

  10/17
 • તેમણે તેમના મિત્ર રાજુ રાયસિંઘાનીને આ આઈડિયા સંભળાવ્યો અને તેમણે પણ એક જ મિનિટમાં ફિલ્મ માટે હા પાડી દીધી, અને આ રીતે ફિલ્મ ફ્લોર પર આવી.

  તેમણે તેમના મિત્ર રાજુ રાયસિંઘાનીને આ આઈડિયા સંભળાવ્યો અને તેમણે પણ એક જ મિનિટમાં ફિલ્મ માટે હા પાડી દીધી, અને આ રીતે ફિલ્મ ફ્લોર પર આવી.

  11/17
 • ફિલ્મનું શૂટિંગ માત્ર 18 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. જે વિશે વાત કરતા સોનિયા રહે છે કે તેમને સિધપુરની ગરમીમાં શૂટ કરવાનું બહુ જ અઘરૂં લાગ્યું હતું.શૂટના પહેલા દિવસે તેઓ બેભાન થઈ ગયા હતા.

  ફિલ્મનું શૂટિંગ માત્ર 18 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. જે વિશે વાત કરતા સોનિયા રહે છે કે તેમને સિધપુરની ગરમીમાં શૂટ કરવાનું બહુ જ અઘરૂં લાગ્યું હતું.શૂટના પહેલા દિવસે તેઓ બેભાન થઈ ગયા હતા.

  12/17
 • સુશાંત સિંહ અને દર્શન જરીવાલા જેવા કલાકારો સાથે કામ કરવાના અનુભવને સોનિયા સૌથી યાદગાર ગણાવે  છે.

  સુશાંત સિંહ અને દર્શન જરીવાલા જેવા કલાકારો સાથે કામ કરવાના અનુભવને સોનિયા સૌથી યાદગાર ગણાવે  છે.

  13/17
 • સેટ પર થતી ધમાલ મસ્તી વિશે વાત કરતા સોનિયા કહે છે કે સેટ પર હંમેશા ખૂબ જ હળવું વાતાવરણ રહેતું હતું. તમામ લોકો ખૂબ જ મજાક મસ્તી કરતા હતા.

  સેટ પર થતી ધમાલ મસ્તી વિશે વાત કરતા સોનિયા કહે છે કે સેટ પર હંમેશા ખૂબ જ હળવું વાતાવરણ રહેતું હતું. તમામ લોકો ખૂબ જ મજાક મસ્તી કરતા હતા.

  14/17
 • ફિલ્મમાં રીચા અને વિદ્યાની જે સ્ટાઈલ છે જે સોનિયાએ પોતે જ નક્કી કરી છે.

  ફિલ્મમાં રીચા અને વિદ્યાની જે સ્ટાઈલ છે જે સોનિયાએ પોતે જ નક્કી કરી છે.

  15/17
 • સોનિયાના મતે ચીલઝડપની યૂએસપી તેની સ્ટોરી, તેના કલાકારો અને ખાસ કરીને ઉષા ઉત્તુપે ગાયેલું ગીત અલગારી છે.

  સોનિયાના મતે ચીલઝડપની યૂએસપી તેની સ્ટોરી, તેના કલાકારો અને ખાસ કરીને ઉષા ઉત્તુપે ગાયેલું ગીત અલગારી છે.

  16/17
 • ફિલ્મની રીલિઝ નજીક છે ત્યારે સોનિયા દર્શકોને અપીલ કરે છે કે, આ ફિલ્મ આખા પરિવારે સાથે મળીને જોવા જેવી ફિલ્મ છે. તો તમે પણ જોવા જરૂરથી જજો.

  ફિલ્મની રીલિઝ નજીક છે ત્યારે સોનિયા દર્શકોને અપીલ કરે છે કે, આ ફિલ્મ આખા પરિવારે સાથે મળીને જોવા જેવી ફિલ્મ છે. તો તમે પણ જોવા જરૂરથી જજો.

  17/17
 • loading...

ફોટોઝ વિશે

ધર્મેશ મહેતા સસ્પેન્સ-કૉમેડી-થ્રીલર ફિલ્મ ચીલઝડપ જલ્દી જ રીલિઝ થવા જઈ રહી છે. ત્યારે જાણો આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળી રહેલા સોનિયા શાહના અનુભવ વિશે...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK