ડૉગીને દાદરા ચડવા-ઊતરવામાં મુશ્કેલી ન પડે એટલે બનાવી ટૉય-બસ લિફ્ટ

27 June, 2020 08:04 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ડૉગીને દાદરા ચડવા-ઊતરવામાં મુશ્કેલી ન પડે એટલે બનાવી ટૉય-બસ લિફ્ટ

ટૉય-બસ લિફ્ટ

શ્વાન એ માણસોનો શ્રેષ્ઠ મિત્ર છે અને તેઓ માનવો પ્રત્યેનો પ્રેમ બતાવવા માટે કોઈ પણ હદે જાય છે, તો બીજી તરફ કેટલાક શ્વાનપ્રેમીઓ પણ તેમના આ મિત્રોને આરામદાયક અનુભવો કરાવવા માટે શક્ય એટલી કોશિશ કરે છે.

એક ટ્વિટર-યુઝરે પોસ્ટ કરેલી વિડિયો-ક્લિપમાં લંડન સિટી બસની એક સુંદર નાની પ્રતિકૃતિ પર ડૉગી બેઠેલો દેખાય છે, જે સીડી પરના રૅમ્પ પર જોડાયેલી છે. આ લંડન સિટી બસ વાસ્તવમાં એક સ્ટેરલિફ્ટ છે અને એ ધીરે-ધીરે ડૉગીને લઈને નીચે આવે છે.

વાત જાણે એમ છે કે લિયોભાઈ સંધિવાથી પીડાતો હોવાથી એના માલિકે આ વિશેષ મેકૅનિઝમની રચના કરી છે અને એને કારણે જ્યારે પણ એને સીડી પર ચડવું કે ઊતરવું હોય ત્યારે આ ડૉગ‌િ લિફ્ટ-બસમાં બેસી જાય છે. સોશ્યલ મીડિયા-યુઝર્સનું કહેવું છે કે જો શ્રેષ્ઠ ડૉગ ઓનર્સનો અવૉર્ડ કોઈને આપવાનો હોય તો લિયોના માલિકને જ મળવો જોઈએ.

london offbeat news hatke news international news