લંડનના આ ભાઈ તાર અને ખીલાની મદદથી અદ્‍ભુત પેઇન્ટિંગ રચે છે

03 May, 2020 07:28 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

લંડનના આ ભાઈ તાર અને ખીલાની મદદથી અદ્‍ભુત પેઇન્ટિંગ રચે છે

અદ્‍ભુત પેઇન્ટિંગ રચે છે

તમારા હાથમાં શું છે એ નહીં, પણ જે ચીજ છે એનો કેવો ઉપયોગ કરી જાણો છો એ તમારી ખરી ઓળખ છે. લંડનના એક ભાઈસાહેબ તાર અને ખીલા આપી દો તો એનાથી અદ્ભુત કૅન્વસ પેઇન્ટિંગ્સ તૈયાર કરી દે છે. આપણે કૅન્વસ પર પીંછી કે પેન્સિલ વડે રંગ અને રેખાંકનો તથા પથ્થર, લાકડા કે ધાતુ પર છીણી-હથોડી જેવાં સાધનો વડે કળાત્મક અભિવ્યક્તિથી પરિચિત છીએ, પરંતુ લંડનનો કળાકાર બેન કોરાસેવિક તાર અને ખીલા વડે અવનવી કળાકૃતિઓની રચનાઓ માટે જાણીતો છે. કોરાસેવિક હજારો ખીલા અને એકાદ કિલોમીટર લાંબો ધાતુનો તાર લઈને કલાકો સુધી મહેનત કરીને અનેક પ્રકારની કળાકૃતિઓ રચે છે. કૅનવ્સ પર ખીલા ગોઠવીને એના પર તાર બાંધીને દસ કે બાર કલાકમાં કોઈ સેલિબ્રિટી કે જાણીતા કળાકારનું ચિત્ર રચે છે. કોરાસેવિકે ડ્વેઇન ‘ધ રૉક’ જૉન્સનું પૉર્ટ્રેટ ૬૦૦૦ ખીલા અને ૧૨૦૦ મીટર લાંબા તાર વડે ૨૫૦ કલાકની મહેનતથી રચ્યું હતું. કોરાસેવિકના સ્ટ્રીન્ગોમેટ્રી આર્ટ સ્ટુડિયોમાં કળાકૃતિઓ રચનાની મહેનત, ઝીણવટ અને સામાનના વપરાશની ગણતરીના આધારે ૧૧૧૫ ડૉલર (અંદાજે ૮૪.૫૫૧ રૂપિયા)થી ૫૦૦૦ ડૉલર (અંદાજે ૩,૭૯,૧૫૫ રૂપિયા)ની કિંમતે વેચાય છે.

london offbeat news hatke news international news