રાષ્ટ્રીય પક્ષી અને રાષ્ટ્રીય પ્રાણીની આ તસવીર જોતાં જ દિલમાં વસી જાય

30 August, 2020 07:18 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રાષ્ટ્રીય પક્ષી અને રાષ્ટ્રીય પ્રાણીની આ તસવીર જોતાં જ દિલમાં વસી જાય

વાઘ અને મોરની સુંદર તસવીર

સોશ્યલ મીડિયા પર ફોટો અને વિડિયો વાઇરલ બનવા માટે હવે વધુ સમય લાગતો નથી, અનેક વાર સોશ્યલ મીડિયા પર વાઇરલ ફોટો જોતાં જ દિલમાં વસી જાય છે. જો કોઈ ફોટો કે વિડિયોમાં હ્યુમન ઇન્ટરેસ્ટ કે મજાક-મસ્તીની વાત હોય તો એને વાઇરલ થવામાં સમય નથી લાગતો. હાલમાં જ સોશ્યલ મીડિયા પર એક સુંદર ફોટો જોવા મળ્યો છે, જેમાં મોર અને વાઘનો આમનોસામનો થઈ ગયો છે. તસવીર એવી મનમોહક છે કે જોતાં જ કોઈનું પણ મન આનંદિત થઈ જાય.

ફોટોને ધ્યાનથી જોઈએ તો એમાં બે રાષ્ટ્રીય પ્રતીક જોવા મળશે. તસવીરમાં ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘની નજર પડી રહી છે અને બીજી તરફ રાષ્ટ્રીય પક્ષી મોર જોઈ શકાય છે. ફોટોમાં બન્ને એકમેકને એકદમ શાંતિથી જોઈ રહ્યા હોય એમ લાગે છે. કુદરતની આ અનોખી સેટિંગ બેહદ ખૂબસૂરત છે. કુદરતની આ અનોખી તસવીર શુજાથ મોહમ્મદે ખેંચી છે, જેને આઇએએસ અધિકારી અંકુર લાહોટીએ તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરી હતી.

wildlife offbeat news hatke news international news