3 સંતાનોને સ્ટ્રૉલરમાં લઈને આ બહેને 3 કલાકમાં પૂરી કરી મૅરથૉન

20 September, 2019 09:39 AM IST  |  અમેરિકા

3 સંતાનોને સ્ટ્રૉલરમાં લઈને આ બહેને 3 કલાકમાં પૂરી કરી મૅરથૉન

3 સંતાનોને સ્ટ્રૉલરમાં લઈને આ બહેને 3 કલાકમાં પૂરી કરી મૅરથૉન

અમેરિકાના મોન્ટાનામાં યોજાયેલી મૅરથૉનમાં ૩૫ વર્ષની સિન્થિયા આર્નોલ્ડ નામની મહિલાએ પોતાના ત્રણ સંતાનોની સાથે સૌથી ઝડપી મૅરથૉન પૂરી કરવાનો અનઑફિશ્યલ રેકૉર્ડ બનાવ્યો છે. તેણે પોતાના ત્રણેય સંતાનોને એક સ્ટ્રૉલરમાં બેસાડી દીધા હતા અને એને પુશ કરીને સિન્થિયાએ ત્રણ કલાકમાં આખી મૅરથૉન પૂરી કરી હતી. હાલમાં સ્ટ્રૉલર સાથે સૌથી ઝડપી મૅરથૉન દોડવાનો રેકૉર્ડ ચાર કલાક અને દસ મિનિટનો છે જ્યારે સિન્થિયાએ ત્રણ કલાક અને ઉપર ગણતરીની મિનિટોમાં જ આખી મૅરથૉન પૂરી કરી લીધી હતી.

આ પણ વાંચો : જપાનમાં વેચાય છે અનેક વર્ષો પહેલાં બ્રુ કરેલી કૉફી, કિંમત છે આટલી

જોકે એનું ઑફિશ્યલ ડૉક્યુમેન્ટેશન ન થયું હોવાથી તેનું આ કારનામું ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન નહીં પામે.

offbeat news hatke news