આ ટીનેજરે કબાડીમાંથી બનાવી દીધી લક્ઝુરિયસ બોટ

27 May, 2019 09:44 AM IST  |  ઇંગ્લૅન્ડ

આ ટીનેજરે કબાડીમાંથી બનાવી દીધી લક્ઝુરિયસ બોટ

બોટ

ઇંગ્લૅન્ડના લેન્સેસ્ટરમાં બિલી વાલ્ડેન નામના ટીનેજરે વેસ્ટમાંથી બેસ્ટનો નમૂનો તૈયાર કર્યો છે. બિલીને કાર્પેન્ટરી બહુ ગમતી હોવાથી તેણે એક તૂટેલી-ફૂટેલી બોટ સેકન્ડ-હૅન્ડ ચીજોની માર્કેટમાંથી ખરીદી હતી અને પછી એની સિકલ બદલવા માટે કમર કસી લીધી હતી. ભલે બોટ કબાડમાં હતી, પણ એની કિંમત હતી લગભગ સાડાચાર લાખ રૂપિયા.

જ્યારે તે આ બોટ ખરીદી લાવ્યો ત્યારે તેની મમ્મી અને બહેન માથે હાથ દઈને બેઠેલાં કે હવે આ ભંગારનું શું કરીશું? જોકે બિલીએ જાતે જ કાર્પેન્ટરી કરીને એને અંદર અને બહાર બન્ને તરફથી ચેન્જ કરીને મજાની હાઉસબોટ તૈયાર કરી દીધી છે.

અલબત્ત, એ માટે પણ તેણે બીજા અઢી લાખ જેટલો ખર્ચ કર્યો હતો. ચાર વર્ષ પહેલાં બિલીએ સુથારીકામ કરવાનું શરૂ કર્યું હતું. તેને ફાવટ આવી ગયા પછી તે કોઈક એવો પ્રોજેક્ટ હાથમાં લેવા માગતો હતો કે તેનું કામ વખણાય. મમ્મી-બહેન સાથે ટ્રાવેલ કરી રહ્યો હતો ત્યારે તેને હાઉસબોટ બનાવવાનો આઇડિયા આવ્યો હતો.

આ પણ વાંચો : આ હેલ્ધી ડૉગને મારી નાખવામાં આવ્યો, જાણો કેમ

જૂની બોટ પર બિલીએ ૮ વીક મહેનત કરી અને એમાં બે રૂમ, બાથરૂમ અને કિચન મળી આખું ઘર તૈયાર કર્યું હતું. તેનું આ કામ જોઈને ઇન્સ્ટિસ્ટયૂટ ઑફ કાર્પેન્ટરીએ તેને ઑફિશ્યલ લાઇસન્સ આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

england offbeat news hatke news