કચરો નાખવા જવા માટે ગાઉન પહેરીને નીકળે છે આ સુંદરીઓ

07 April, 2020 06:57 AM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

કચરો નાખવા જવા માટે ગાઉન પહેરીને નીકળે છે આ સુંદરીઓ

ગાઉન પહેરીને કચરો ફેંકવા નીકળી છે સુંદરી

કોરોનાને કારણે ઘરમાં કેદ થયેલા લોકો નવરાશના સમયમાં આનંદ મેળવવા માટે જ કંઈ ગતકડાં કરી રહ્યાં છે એ વિશે સાંભળીને ભલભલાના ચહેરા પર હાસ્ય આવી જાય એમ છે. થોડા દિવસ પહેલાં અમેરિકાની એક કન્યા રોજ નવા ગાઉન પહેરીને વર્ક ફ્રોમ હોમ કરતી હતી તો હવે ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડમાં ડેનિયલ નામનાં બહેને કચરાપેટીને બહાર મૂકવા જવાની ક્રિયાને ઇન્ટરેસ્ટિંગ બનાવી દીધી છે.

કોઈ પણ કામ માટે ઘરની બહાર નીકળવાનું નથી થતું, પરંતુ કચરો નાખવા માટે તો સૌએ બહાર આવવું જ પડે છે. આ ઑપોર્ચ્યુનિટીનો લાભ લઈને ડેનિયલ બહેને પોતાની એક-બે એવી તસવીરો સોશ્યલ મીડિયા પર મૂકી કે જાણે તેઓ કોઈ બોલડાન્સ માટેની પાર્ટીમાં જવા તૈયાર થયા હોય એમ તૈયાર થઈને બિન-બૉક્સને બહાર મૂકવા જાય છે. આ જોઈને બીજી પણ કેટલીક કન્યાઓને એનું અનુસરણ કરવાનું મન થયું અને તેમણે પણ સોશ્યલ મીડિયા પર ગાઉન પહેરીને કચરો ફેંકવા જતા ફોટોગ્રાફ્સ અપલોડ કરવાનું શરૂ કરી દીધુ છે. બસ, હવે આ નવો સોશ્યલ મીડિયા ટ્રેન્ડ બની રહ્યો છે.

australia offbeat news hatke news international news