આ છે દુનિયાના સૌથી મોંઘા હીરા, કિંમત જાણીને ભલભલાના છૂટી જશે પસીના

20 October, 2019 05:04 PM IST  |  મુંબઈ

આ છે દુનિયાના સૌથી મોંઘા હીરા, કિંમત જાણીને ભલભલાના છૂટી જશે પસીના

હીરો છે સદા માટે....

હીરો, તમામ રત્નોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને એ જ કારણ છે કે બાકી તમામ રત્નોથી વધારે તેની કિંમત છે. દુનિયામાં અનેક એવા હીરા છે કે, જેની કિંમત અરબોમાં છે. આજે અમે તમને કેટલાક હીરાઓ વિશે જણાવવા જઈ રહ્યા છે , જે બેશકિમતી અને દુર્લભ છે.

1. પિંક સ્ટાર
પિક સ્ટાર દુનિયાના દુર્લભ હીરાઓમાંથી એક છે. 59.6 કેરેટનો એક હીરો ઈંડાના આકારનો છે. વર્ષ 2017માં થયેલી એક હરાજીમાં આ હીરો 462 કરોડમાં વેચાયો હતો.

2. ઓપનહાઈમર બ્લૂ
આ હીરો પણ દુર્લભ હીરામાંથી એક હતો. 14.62 કેરેટનો આ હીરો વર્ષ 2016માં એક હરાજીમાં 329 કરોડ રૂપિયામાં વેચાયો હતો.

3. બ્લૂ મૂન હીરો
બ્લૂ મૂનનો નામનો એર હીરો 2015માં 315 કરોડ રૂપિયામાં વેચાયો હતો. આ હીરો 12.03 કેરેટનો છે. આ હીરાને હોંગકોંગમાં રહેતા જોસફ લૂએ પોતાની દીકરી માટે ખરીદ્યો હતો. જે બાદ તેમણે હીરાનું નામ બ્લૂ મૂન જોસેફાઈન રાખી દીધું હતું,

4. નારંગી હીરો
14.82 કેરેટનો આ હીરો દુનિયાનો સૌથી મોટો નારંગી હીરો છે. વર્ષ 2013માં જેનેવામાં ક્રિસ્ટી નીલામીએ તેની હરાજી કરી હતી. જેમાં તેમાં 15.6 પ્રતિ કેરેટના હિસાબથી વેચાયો હતો. તમને જાણીને હેરાની થશે કે પ્રતિ કેર્ટના હિસાબથી વેચાયેલો આ હીરો એ સમયે સૌથી મોંઘો હીરો હતો.

આ પણ જુઓઃ 'માહી'ના દિકરી ઝીવા સાથેના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ

5. ગ્રાફ પિંક હીરો
દુનિયાના સૌથી મોટા હીરામાં સામેલ ગ્રાફ પિંકની હરાજી 2010માં થઈ હતી, જેમાં લગભગ 300 કરોડ રૂપિયામાં વેચાયો હતો. 27.78 કેરેટના આ બેહદ ચમકદાર ગુલાબી હીરાના બ્રિટેનના લૉરેન્સ ગ્રાફ નામના વ્યક્તિએ ખરીદ્યો હતો. તેમના નામ પર તેનું નામ ગ્રાફ પિંક રાખવામાં આવ્યું હતું.

offbeat news hatke news