રશિયામાં ચોરી થઈ ગયો આખેઆખો પુલ, કોઈને કાનો કાન ન પડી ખબર

08 June, 2019 04:51 PM IST  |  રશિયા

રશિયામાં ચોરી થઈ ગયો આખેઆખો પુલ, કોઈને કાનો કાન ન પડી ખબર

રશિયામાં ચોરી થઈ ગયો પુલ

ચોરીની ઘણી ઘટનાઓ તમે જોઈ અને સાંભળી હશે. એટીએમથી લઈને કાર ચોરી સુધીની ઘટનાઓ સામાન્ય છે. પરંતુ તમને જણાવી દઈએ કે એક પુલની ચોરી થઈ ગઈ છે, તો તમે જાણીને હેરાન થઈ જશો. રશિયામાં જ એવી એક ઘટના જોવા મળી છે. અહીંના દુષ્ટ ચોરોએ એક આખુ 56 ટનનું એક પુલ જ ગાયબ કરી દીધુ છે.

રશિયાના આર્કિટિક ક્ષેત્રમાં આ હેરાન કરી દેનારી ઘટના થઈ છે. હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. એક અંગ્રેજી અખબાર અનુસાર, રશિયાના મુર્મેનસ્ક વિસ્તારમાં ઉંબા નદી પર પુલનો 75 ફિટ જેટલો હિસ્સો ગાયબ થઈ ગયો છે. જોકે, આ પુલનો હવે ઉપયોગ નહીં થાય. રશિયાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીકે પર આ બ્રિજની રહસ્યમય રીતે ગાયબ થવાની ચર્ચા થઈ હતી. સોશિયલ મીડિયામાં વીકે પેજ પર પોસ્ટ કરેલા ફોટોમાં બ્રિજની વચ્ચેના ભાગમાં પાણી વહેતું દેખાઈ રહ્યું હતું.

આ પણ વાંચો : જપાનમાં આ કંપની DNA તપાસીને જીવનસાથી શોધી આપે છે

બાદ દસ દિવસની અંદર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા ફોટો પોસ્ટ કર્યા, જેમા પુલનો કોઈ અત્તો-પત્તો નથી. પાણીમાં પડી ગયેલો પુલ અચાનક ગાયબ થઈ ગયો હતો. સ્થાનીય લોકોનું કહેવું છે કે મેટલની ચોરી કરનારાઓએ પહેલા પુલને પાણીમાં પાડ્યો અને પછી ધીરે ધીરે એને ગાયબ કરી દીધો. પોલીસે આના પર કેસ નોંધાવ્યો છે અને આશંકા વ્યક્ત કરી છે કે આ સ્ક્રેપ ચોરી કરનારા ગેન્ગનું કામ હોઈ શકે છે.

russia offbeat news hatke news