વિશ્વનો ત્રીજો સૌથી મોટો ડાયમન્ડ મળ્યો

18 June, 2021 10:43 AM IST  |  Africa | Gujarati Mid-day Correspondent

આફ્રિકન દેશ બોટ્સવાનાની ડાયમન્ડ કંપની દેબસ્વાનાએ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ૧૦૯૮ કૅરેટનો ડાયમન્ડ શોધી કાઢ્યો હોવાનો દાવો કર્યો છે.

વિશ્વનો ત્રીજો સૌથી મોટો ૧૦૯૮ કૅરેટનો ડાયમન્ડ

આફ્રિકન દેશ બોટ્સવાનાની ડાયમન્ડ કંપની દેબસ્વાનાએ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ૧૦૯૮ કૅરેટનો ડાયમન્ડ શોધી કાઢ્યો હોવાનો દાવો કર્યો છે. 

આ સ્ટોન પહેલી જૂને શોધી કઢાયો હતો. તથા બે અઠવાડિયાં પછી પ્રેસિડન્ટ મોકગ્વેત્સી મસીસીને દેખાડવામાં આવ્યો હતો. આ સ્ટોન પ્રદર્શન માટે મૂકવામાં આવ્યો છે પરંતુ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ડાયમન્ડ હોવાની માન્યતા મેળવવાની રાહ જોવાઈ રહી છે. 

આ સ્ટોન આફ્રિકાના સૌથી મોટા ડાયમન્ડના ઉત્પાદક બોટ્સવાનામાંથી જ મળી આવેલા બીજા સૌથી મોટા ડાયમન્ડ કરતાં સહેજ ઝાંખો છે. છેલ્લાં ૫૦ વર્ષના સમયગાળામાં દેબસ્વાનાએ શોધી કાઢેલો આ સૌથી મોટો ડાયમન્ડ હોવાનું દેબસ્વાના ડાયમન્ડ કંપનીની કાર્યકારી મૅનેજિંગ ડિરેક્ટર લિનેટ આર્મસ્ટ્રૉન્ગે જણાવ્યું હતું. 

તેમના જણાવ્યા અનુસાર મહામારીને કારણે જ્યારે દેશને આટલી મોટી આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે મળેલો આવો દુર્લભ અને અસાધારણ હીરો દેશ માટે એક આશાનું કિરણ લઈને આવ્યો છે.  વિશ્વનો સૌથી મોટો ૩૧૦૬ કૅરેટનો કલિનન હીરો ૧૯૦૫માં દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યો હતો. બીજો સૌથી મોટો ૧૧૦૯ કૅરેટનો લેસેડી લા રોના ડાયમન્ડ ૨૦૧૫માં શોધાયો હતો. 

offbeat news hatke news international news