વિશ્વનો સૌપ્રથમ બે ટાવર વચ્ચે ઝૂલતો સ્વિમિંગ-પૂલ લંડનમાં તૈયાર થવામા છે

15 November, 2020 07:30 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

વિશ્વનો સૌપ્રથમ બે ટાવર વચ્ચે ઝૂલતો સ્વિમિંગ-પૂલ લંડનમાં તૈયાર થવામા છે

સ્વિમિંગ-પૂલ - સ્કાય પૂલ

લંડનમાં બે બિલ્ડીંગ-ટાવર્સની વચ્ચે ૧૧૫ ફુટ ઊંચે ઍક્વેરિયમ સ્ટાઇલનો સ્વિમિંગ-પૂલ - સ્કાય પૂલ બંધાઈ રહ્યો છે. મોબાઇલ ક્રેન્સ વડે ઉપાડીને ઊંચાઈ પર ગોઠવવાની કામગીરી ગયા સપ્ટેમ્બરમાં પૂરી થઈ છે. એ ક્રેન કોલોરાડોની કન્સ્ટ્રક્શન સાઇટ પરથી મગાવાઈ હતી. લગભગ ૪૭૨૦ કિલોમીટરનો પ્રવાસ કરીને આ ક્રેન લંડન પહોંચી હતી. એ હાઇરાઇઝ તરણહોજના પડખે રૂફ-ટૉપ સ્પા પણ છે.

૧ અબજ પાઉન્ડ એટલે કે અંદાજે ૯૮.૩૫ અબજ રૂપિયાના પ્રોજેક્ટના ભાગરૂપ સ્કાય પૂલ લંડનના નવા અમેરિકી રાજદૂતાલયની નજીક બંધાઈ રહ્યો છે. ૨૫ મીટર લાંબા તરણહોજ માં ૧,૪૮,૦૦૦ લિટર પાણી ભરાઈ શકે છે.
આ તૈયાર થઈ જશે તો એ સ્કાય-પૂલને વિશ્વનો સૌપ્રથમ ટ્રાન્સપરન્ટ સ્વિમિંગ-પૂલ બનશે.

૨૦૧૦માં સિંગાપોરની મરીના બે સૅન્ડ્સ હોટેલમાં ઊંચાઈ પર સ્વિમિંગ-પૂલ બન્યો છે, પરંતુ એ પારદર્શક નથી.

london offbeat news hatke news