મુલાકાતીઓના મુક્કાઓ પડતાં ડોનલ્ડ ટ્રમ્પનું પૂતળું હટાવાયું

21 March, 2021 08:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકાના ટેક્સસ રાજ્યના સેન્ટ ઍન્ટોનિયો શહેરમાં એક વૅક્સ મ્યુઝિયમ છે. એમાં લુઇ ટુઝોંએ રચેલા મહાન વ્યક્તિઓનાં મીણનાં પૂતળાં છે.

ડોનલ્ડ ટ્રમ્પનું પૂતળું

અમેરિકાના ટેક્સસ રાજ્યના સેન્ટ ઍન્ટોનિયો શહેરમાં એક વૅક્સ મ્યુઝિયમ છે. એમાં લુઇ ટુઝોંએ રચેલા મહાન વ્યક્તિઓનાં મીણનાં પૂતળાં છે. એ મ્યુઝિયમમાં ૨૦૧૯માં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, નૉર્થ કોરિયાના પ્રમુખ કિમ જૉન્ગ અને અમેરિકાના એ વખતના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પનાં મીણનાં પૂતળાં ગોઠવવામાં આવ્યાં હતાં. જોકે ખાસ કરીને ટ્રમ્પનું પૂતળું મુકાયા પછી મ્યુઝિયમના સંચાલકો માટે કફોડી સ્થિતિ સર્જાઈ હતી. વૉશિંગ્ટનમાં બેઠાં-બેઠાં ટ્રમ્પસાહેબ બોલવામાં અને નિર્ણયો લેવામાં ગરબડ ગોટાળા કરતા હતા અને વૅક્સ મ્યુઝિયમમાં ગોઠવાયેલા ટ્રમ્પના પૂતળા પર પ્રહારો થતા હતા. ઘણા મુલાકાતીઓ તેમના એ પૂતળાને ઘણા મુક્કા મારતા હોવાથી મ્યુઝિયમના સંચાલકોએ તાજેતરમાં એ પૂતળું ત્યાંથી હટાવી લીધું હતું. તેમનો આશય એ જ હશે કે ટ્રમ્પને વધુ ‘માર’ ન પડે અને મ્યુઝિયમની બદનામી પણ ન થાય.

offbeat news hatke news international news texas donald trump