કચરા-માટીના ઢગલામાંથી મળેલાં અઢારમી સદીનાં ચશ્માં આટલા લાખમાં વેચાયાં

18 June, 2020 07:25 AM IST  |  New Zealand | Gujarati Mid-day Correspondent

કચરા-માટીના ઢગલામાંથી મળેલાં અઢારમી સદીનાં ચશ્માં આટલા લાખમાં વેચાયાં

અઢારમી સદીનાં ચશ્માં આટલા લાખમાં વેચાયાં

ન્યુ ઝીલૅન્ડમાં ભરણી કરવામાં આવેલી જગ્યામાં કચરા-માટીના ઢગલામાંથી મળેલા ઍન્ટિક આઇ ગ્લાસ‌િસનું ઑનલાઇન વેચાણ કરવામાં આવ્યું ત્યારે એની ૫૨૮૨ ડૉલર એટલે કે લગભગ ચાર લાખ રૂપિયાથી વધારે કિંમત ઊપજી હતી. માર્ટિન્સ માર્જિન્સ નામે પૉપ્યુલર સ્ટાઇલના આઇ ગ્લાસ‌િસ વેલિંગ્ટન સિટી કાઉન્સિલ દ્વારા સંચાલિત ટિપ ટૉપ સ્ટોરે ટ્રેડ મી નામની ઑનલાઇન ઑક્શન સાઇટ પર લિસ્ટ કર્યા હતા. રવિવારે રાતે ઑનલાઇન ઑક્શન પૂરું થયું ત્યારે એ ગ્લાસિસની છેલ્લી બોલી સ્થાનિક ચલણમાં ચાર લાખ રૂપિયા જેટલી બોલાઈ હતી. ઑપ્ટિશ્યન બેન્જામિન માર્ટિને ૧૭૫૬માં માર્ટિન્સ માર્જિન ગ્લાસિસની ડિઝાઇન તૈયાર કરી હતી. માર્ટિન માનતો હતો કે ઝાઝો તડકો પડતાં આઇ ગ્લાસિસના લેન્સને નુકસાન થાય છે. એથી તેણે ચશ્માંની ફ્રેમ જાડી બનાવી હતી. ઑનલાઇન ઑક્શનમાં આરોન સ્માઇલીએ એ ચશ્માં તેની પાર્ટનર હેલન હમોડની યાદમાં ખરીદ્યાં હતાં. હેલન કૅન્સરને કારણે ગઈ ૨૮ મેએ મૃત્યુ પામી હતી.

new zealand offbeat news hatke news international news