આ સ્પૅનિશ યુગલે બારીમાં ઊભાં રહીને લગ્ન કર્યાં અને સાક્ષી બન્યા આ લોકો

24 March, 2020 07:18 AM IST  |  Spain | Gujarati Mid-day Correspondent

આ સ્પૅનિશ યુગલે બારીમાં ઊભાં રહીને લગ્ન કર્યાં અને સાક્ષી બન્યા આ લોકો

સ્પૅનિશ યુગલ

સ્પેનના કોરુના શહેરમાં ડૅનિયલ કૅમિલા અમે અલ્બા ડિયાઝ નામના એક યુગલે શુક્રવારે લગ્ન કર્યાં હતાં. છેલ્લા એક વર્ષથી લગ્નની તૈયારી કરી રહેલા આ સ્પૅનિશ યુગલે શુક્રવારે ઘરની બારીમાં ઊભાં રહીને લગ્ન કર્યાં હતાં. આ લગ્નના વાઇરલ થઈ રહેલા વિડિયોમાં આ યુગલે એક પાડોશીને લગ્નની વિધિ કરવા તેમ જ સાક્ષી બનવા માટે પાડોશીઓને જણાવ્યું હતું.

આ પણ વાંચો : પ્લાસ્ટિક બૉટલનાં રંગબેરંગી ઢાંકણાંથી ઘર સજાવ્યું આ દાદીએ

વિડિયોમાં કોરુના શહેરના એક અપાર્ટમેન્ટની બારીની બહાર નમીને ડૅનિયલ કૅમિલા અમે અલ્બા ડિયાજ બન્ને બારીમાંથી આઇ ડુ કહીને લગ્નની મંજૂરી આપતાં જોવા મળી રહ્યાં છે. બન્ને જણ આ રીતે લગ્ન કરવા નહોતાં ઇચ્છતાં, પરંતુ એક વર્ષના લાંબા ઇન્તેજાર પછી લગ્નને વધુ લંબાવવા પણ નહોતાં ઇચ્છતાં. વિશ્વના મોટા ભાગના દેશોની જેમ જ સ્પેનમાં પણ હાલમાં લૉકડાઉનની સ્થિતિ પ્રવર્તે છે.

spain offbeat news hatke news international news