પ્લાસ્ટિક બૉટલનાં રંગબેરંગી ઢાંકણાંથી ઘર સજાવ્યું આ દાદીએ

Published: Mar 24, 2020, 07:18 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

રશિયાના મૉસ્કો શહેરથી લગભગ ૮૫૦ કિલોમીટરના અંતરે આવેલા મકરી નામના ગામમાં નીના ક્રિસ્ટિના નામનાં એક પેન્શનર લગભગ છેલ્લાં ૭ વર્ષથી તેના ઘરને પ્લાસ્ટિકની બૉટલ્સનાં ઢાંકણાંથી તૈયાર કરેલાં ચિત્રોથી શણગારી રહી છે.

બૉટલનાં રંગબેરંગી ઢાંકણાંથી ઘર સજાવ્યું
બૉટલનાં રંગબેરંગી ઢાંકણાંથી ઘર સજાવ્યું

રશિયાના મૉસ્કો શહેરથી લગભગ ૮૫૦ કિલોમીટરના અંતરે આવેલા મકરી નામના ગામમાં નીના ક્રિસ્ટિના નામનાં એક પેન્શનર લગભગ છેલ્લાં ૭ વર્ષથી તેના ઘરને પ્લાસ્ટિકની બૉટલ્સનાં ઢાંકણાંથી તૈયાર કરેલાં ચિત્રોથી શણગારી રહી છે. આ દાદીએ અત્યાર સુધીમાં હજારો પ્લાસ્ટિકની બૉટલ્સનાં ઢાંકણાંથી તેના ઘરમાં ત્રીસેક જેટલાં ચિત્રો તૈયાર કર્યાં છે, જેમાંનાં કેટલાંક ચિત્રનો આઇડિયા તેના ભત્રીજાએ ઇન્ટરનેટ પરથી ચિત્રો ડાઉનલોડ કરીને આપ્યા છે. શરૂઆતમાં તેમણે વટાણાથી ડિઝાઇન્સ બનાવવાની શરૂ કરી હતી, પણ ટૂંક સમયમાં જ પ્લાસ્ટિકની બૉટલનાં ઢાંકણાંથી ચિત્ર કરવાનું શરૂ કરી દીધું.

decoration

આ માટે તેને વિવિધ કલરના પ્લાસ્ટિકનાં ઢાંકણાની આવશ્યકતા હતી, જે માટે તેણે શરમ છોડીને તેના વિસ્તારની નજીક આવેલી કચરાપેટીમાંથી એકઠાં કરવાની શરૂઆત કરી. આમાંથી એક પણ ચિત્રમાં વાઇન કોક કે વોડકાની બૉટલનાં ઢાંકણાંઓનો ઉપયોગ થયો નથી.

મેકરીમાંથી પસાર થઈ રહેલા એક બ્લૉગરે ૨૦૧૪માં નીના ક્રિસ્ટિનાનું આર્ટવર્ક જોયું અને એને ઑનલાઇન શૅર કર્યું ત્યાર બાદથી તેનું કામ લોકોની નજરે ચડ્યું હતું. જોકે ત્યાર પછી પણ તેણે કામ ચાલુ રાખ્યું હતું અને આજે તેના ઘરની દીવાલો પર ડઝનેક ચિત્રો છે, જેમાં મોટા ભાગે રશિયન કૅરૅક્ટર્સ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK