આખરે આ ભાઈ 78 દિવસે 82 ફુટ ઊંચા પોલ પરથી ઊતર્યા

11 February, 2020 07:44 AM IST  |  South Africa

આખરે આ ભાઈ 78 દિવસે 82 ફુટ ઊંચા પોલ પરથી ઊતર્યા

ઊંચા પોલ પર એક બૅરલમાં રહીને પોતાનો જ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તોડવાની કોશિશ કરનાર સાઉથ આફ્રિકાનો રહેવાસી વર્નન ક્રુગર ૭૮ દિવસ પછી જમીન પર ઊતર્યો છે. આ અગાઉ ૧૯૯૭માં ક્રુગરે પોલની ટોચ પરના બૅરલમાં ૬૭ દિવસ ગાળીને વિશ્વ રેકૉર્ડ બનાવ્યો હતો. આ વખતે તેણે વધુ ૧૧ દિવસ પોલની ટોચ પરના બૅરલમાં વિતાવીને પોતાનો જ રેકૉર્ડ બનાવવાનું ધારેલું જે તેણે પૂરું કર્યું હતું. ક્રુગરનું કહેવું છે કે બીજું કોઈ પોતાનો આ રેકૉર્ડ તોડી ન શકે એ માટે તેણે વધુ ૧૧ દિવસ પોલની અંદરના ડ્રમમાં બેસીને વિતાવ્યા હતા.

આ પણ વાંચો : ચીડવતા સહાધ્યાયીઓથી કંટાળીને 9 વર્ષની કિશોરીએ બનાવી ઍન્ટિ બુલિંગ ઍપ

વર્નન ડલસ્ટ્રુમમાં ૮૨ ફુટ ઊંચા પોલની ટોચ પરના ૧૩૨ ગૅલનના એક બૅરલમાં ૭૮ દિવસ, ૨૩ કલાક અને ૧૪ મિનિટ ગાળ્યા બાદ પોલ પરથી નીચે ઊતર્યો હતો. તેને હેલિકૉપ્ટરથી ઍરલિફ્ટ કરીને બૅરલમાં મૂકવામાં આવ્યો હતો.

south africa offbeat news hatke news