સુશાંતનું મીણનું પૂતળું પશ્ચિમ બંગાળના શિલ્પકારે રચ્યું

19 September, 2020 07:10 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

સુશાંતનું મીણનું પૂતળું પશ્ચિમ બંગાળના શિલ્પકારે રચ્યું

સુશાંતનું મીણનું પૂતળું

પશ્ચિમ બંગાળના આસનસોલમાં સુસાંતા રૉય નામના કલાકારે વૅક્સ મ્યુઝિયમ રચ્યું છે. લંડનના મૅડમ ટુસૉ મ્યુઝિયમમાં હોય છે એવાં મીણનાં પૂતળાં સુસાંતા રૉય રચે છે. સુસાંતા રૉયે તાજેતરમાં સ્વર્ગસ્થ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનું મીણનું શિલ્પ કંડાર્યું હતું. સુશાંત એક ખુરસીની બાજુમાં ઊભો હોય એવી પ્રતિમા ગુરુવારે આસનસોલના મ્યુઝિયમમાં ખુલ્લી મૂકવાનો વિડિયો સુસાંતા રૉયે સોશ્યલ મીડિયા વેબસાઇટ પર અપલોડ કર્યો હતો. સુસાંતાના આસનસોલના વૅક્સ મ્યુઝિયમમાં વિરાટ કોહલી, અમિતાભ બચ્ચન, મધર ટેરેસા, મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર, સૌરવ ગાંગુલી, સચિન તેન્ડુલકર, મહેન્દ્ર સિંહ ધોની અને શાહરુખ ખાનની મીણની પ્રતિમા છે. સુશાંતસિંહ રાજપૂતના હજારો ચાહકો-પ્રશંસકોએ લંડનના મૅડમ ટુસૉ વૅક્સ મ્યુઝિયમમાં સુશાંતની મીણની પ્રતિમા સ્થાપિત કરવાનો અનુરોધ કરતી ઑનલાઇન પિટિશન સાઇન કરી છે. 

west bengal offbeat news hatke news national news