પિતાની જિંદગી બચાવવા પુત્ર કરી રહ્યો છે આ કામ

15 June, 2019 10:51 AM IST  |  ચીન

પિતાની જિંદગી બચાવવા પુત્ર કરી રહ્યો છે આ કામ

પિતાની જિંદગી બચાવવા પુત્ર કરી રહ્યો છે આ કામ

ચીનના હેનાન પ્રાંતમાં આવેલા શિનશિઆંગ શહેરમાં ૧૧ વર્ષનો એક દીકરો પોતાના પિતાનો જીવ બચાવવા માટે મહેનત કરીને વજન વધારી રહ્યો છે. જરા સાંભળવામાં નવાઈ લાગે એવું છે, પણ હકીકત ખરેખર ખૂબ ઇમોશનલ કરી નાખે એવી છે. લુ ઝિકુઆન નામના આ બાળકના પપ્પા છેલ્લાં સાત વર્ષથી લ્યુકેમિયા એટલે કે એક પ્રકારના લોહીના કૅન્સરથી ઝૂઝી રહ્યા છે. ગયા ઑગસ્ટ મહિનામાં તેમની હેલ્થ ખૂબ ઝડપથી બગડવા લાગી અને એ વખતે ડૉક્ટરોએ કહ્યું કે હવે જો જીવ બચાવવો હોય તો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે.

આ માટે મોટા ભાગે પરિવારના સભ્યોમાંથી બોન મેરો મૅચિંગ થઈ શકે છે. તમામ તપાસ કરતાં બીજા બધા જ સભ્યોમાંથી માત્ર ૧૧ વર્ષનો દીકરો જ મેડિકલી કૉમ્પેટિબલ નીકળ્યો. એ વખતે દીકરો લુ માત્ર ૧૦ જ વર્ષનો હતો. તે પિતાનો જીવ બચાવવા માટે ડોનર બનવા તૈયાર છે, પરંતુ તેનું વજન અને ઉંમર જોતાં હજી તે એલિજિબલ બની શકે એમ નથી. લુ ઝિકુઆનનું વજન ૩૦ કિલો હતું અને તેણે ૧૫ કિલો વજન વધારીને ઍટલીસ્ટ ૪૫ કિલોના થવું જરૂરી છે અને તો જ તે પિતાને બોન મેરો આપવાની સર્જરી કરી શકશે.

આ પણ વાંચો : પાળેલા ઉંદરને લઈને ફરતી મહિલાનો વીડિયો વાઇરલ

માર્ચ મહિનામાં આ વાતની ખબર પડી છે ત્યારથી દીકરાએ પાંચ વાર ખાઈને વજન વધારવાનું શરૂ કરી દીધું છે. ડૉક્ટરનું કહેવું છે કે તેનું વજન ૪૫થી ૫૦ કિલો જેટલું હોવું જોઈએ. દીકરાનું વજન વધારવાનું પૅશન જોઈને તેની સ્કૂલના કેટલાક વાલીઓએ પણ પરિવારને આર્થિક મદદ માટે હાથ લંબાવ્યો છે. એકાદ મહિનામાં તેનું વજન ટાર્ગેટ અચીવ કરી લેશે અને એ પછી તે પિતાનો જીવ બચાવવા માટે બોન મેરો ડોનર બની શકશે. 

china offbeat news hatke news