Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પાળેલા ઉંદરને લઈને ફરતી મહિલાનો વીડિયો વાઇરલ

પાળેલા ઉંદરને લઈને ફરતી મહિલાનો વીડિયો વાઇરલ

15 June, 2019 10:42 AM IST | ન્યુ યૉર્ક

પાળેલા ઉંદરને લઈને ફરતી મહિલાનો વીડિયો વાઇરલ

પાળેલા ઉંદરને લઈને ફરતી મહિલાનો વીડિયો વાઇરલ

પાળેલા ઉંદરને લઈને ફરતી મહિલાનો વીડિયો વાઇરલ


સૌથી પહેલાં તો કોઈ વ્યક્તિ ઉંદર પાળે એ વાત જ આપણને બહુ ગમે એવી નથી, પરંતુ વિદેશમાં લોકો પાળેલા ઉંદરને લઈને સાથે ફરવા પણ જાય છે. અમેરિકાના ન્યુ યૉર્ક શહેરના સબવેમાં એક મહિલા પોતાની બહેનપણી સાથે પાળેલા રેટને લઈને ફરવા નીકળી હતી. આ ઉંદર તેના શરીર પર ફર્યા કરતો હતો અને બહેન આરામથી પોતાનું કામ કર્યે જતાં હતાં. બ્રુકલિન જતી ટ્રેનમાં તેની સાથે બહેનપણી હતી તેને પણ ઉંદરનો ડર લાગતો હોય એવું જણાતું નથી.

આ પણ વાંચો : નાઇજીરિયાની આ સ્કૂલમાં ફીના બદલામાં પ્લાસ્ટિકની બૉટલ્સ લે છે



એક તબક્કે ઉંદરભાઈ માલિકણના ટૉપની અંદર ઘૂસી જાય છે છતાં પેલી જરાય ચોંકતી નથી. ઉંદરભાઈ ટૉપની અંદર સફર કરીને આપમેળે બહાર નીકળી જાય છે અને પછી બહેનપણીના ખોળામાં જઈને સેટલ થઈ જાય છે. યસ, આવી ઘટના જો ભારતીય ટ્રેનમાં ઘટે તો શું થાય એની જરા કલ્પના તો કરી જુઓ.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2019 10:42 AM IST | ન્યુ યૉર્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK