ઘેટાં કેમ અવકાશ યાન જેવા આકારમાં ઊભાં રહ્યાં?

14 April, 2021 08:39 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

હોગે પોતે જાયેલા દૃશ્યને સોશ્યલ મીડિયામાં સાઇટ ફેસબુક પર પણ શૅર કર્યો હતો

અવકાશ યાન જેવા આકારમાં ઊભાં રહેલા ઘેટાંઓ

લંડનમાં  આવેલી રૉયલ હોલોવે યુનિવર્સિટીમાં લેકચરર તરીકે કામ કરતા કાર્યરત ક્રિસ્ટોફર હોગને યુકેના સસેક્સ ઈસ્ટના રોટિંગહૅમમાં ઘેટાંઓને વર્તુળાકારામાં ભેગાં થયેલાં જોઈને આશ્ચર્ય થયું હતું. બાઇક પર એણે ઘણી વખત ઘેટાંઓને પસાર થતાં જોયાં હતાં. ત્યારે તેઓ ઘણો ઘોંઘાટ કરતાં હોય છે, પરંતુ એ દિવસે તેઓ શાંત હતાં જાણે ટ્રાન્સમાં ન હોય. જ્યારે દૂરથી ઘેટાંઓનું દૃશ્ય જોયું તો જાણે કોઈ બીજા ગ્રહમાંથી અવકાશ યાન આવ્યું હોય એવું જણાયું હતું. હોગે પોતે જાયેલા દૃશ્યને સોશ્યલ મીડિયામાં સાઇટ ફેસબુક પર પણ શૅર કર્યો હતો. અન્ય લોકોને પણ કોઈ બીજા ગ્રહમાંથી આવેલું અવકાશ યાન જેવું જ જણાતું હતું. હોગે જ્યારે આ ફોટો લીધો ત્યારે તે ઘેટાંઓથી અંદાજે અડધો માઇલ દૂર હતો. તેને કંઈક વિચિત્ર લાગતાં તે વધુ નજીક ગયો અને જોયું તો એ ઘેટાંઓ વર્તુળાકારમાં ઊભાં હતાં. હોગે પત્ની અને દીકરાને પણ ફોટો દેખાડ્યા તો તેમને પણ આશ્ચર્ય થયું હતું. ફેસબુક પર ફોટો શૅર કરતાં ઘણા લોકોએ એ સ્થળે જવાની ઉત્સુકતા દર્શાવી હતી. ઘેટાંઓની આવી વિચિત્ર વર્તણૂકને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. કેટલાકને એવું લાગે છે કે કોઈ અદૃશ્ય શક્તિએ તેમને આ આદેશ આપ્યો હશે તો કેટલાકને એવું લાગ્યું કે તેઓ પોતાના ભરવાડ સાથે મસ્તી કરવા માગતાં હશે.

એક અહેવાલ મુજબ આ ઘેટાંને ખોરાક આપવા આવનારે ગોળાકારમાં ફૂડ પાથર્યું હોવાથી ઘેટાં એનો આનંદ લેવા ગોળાકારમાં ગોઠવાતાં ગયાં હતાં અને દૂરથી જોતાં અદ્ભુત દૃશ્ય સર્જાયું હતું

offbeat news international news london